માન્યા વગર રહેશે નહિ, તેથી તેની શ્રદ્ધા મિથ્યા જ છે. આ રીતે વ્યવહારના આશ્રયે
મોક્ષમાર્ગ છે જ નહિ, નિશ્ચય સમ્યક્ત્વાદિના આશ્રયે જ મોક્ષમાર્ગ છે, અથવા, જે
નિશ્ચય સમ્યક્ત્વાદિ છે તે જ મોક્ષમાર્ગ છે. વ્યવહાર સમ્યક્ત્વાદિ શુભરાગરૂપ છે તે
મોક્ષમાર્ગ નથી.
સિદ્ધદશામાંય તે ભાવ રહે છે. વ્યવહાર સમ્યક્ત્વનો જે (રાગ) ભાવ છે તે
વસ્તુસ્વભાવની જાતનો નથી પણ વિરુદ્ધભાવ છે, સિદ્ધદશામાં તે ભાવ રહેતો નથી.
આવી સ્પષ્ટ અને સીધી વાત, જિજ્ઞાસુ થઈને સમજે તો તરત સમજાય તેવી છે. પણ
જેને સમજવું ન હોય ને વાદવિવાદ કરવા હોય તે તો આવી સ્પષ્ટ વાતમાં પણ કાંઈક ને
કાંઈક કુતર્ક કરશે. શું થાય? કોઈ બીજાને પરાણે સમજાવી શકે તેમ નથી.
અનંત સ્વભાવો છે તે જીવનો ‘ભાવ’ છે; આ અનંત શક્તિરૂપ ભાવને ભૂલીને એક
ક્ષણિક વિકાર ભાવ જેટલી જ જીવની કિંમત આંકે, તો તેણે ખરેખર જીવના ‘ભાવ ને
જાણ્યો નથી. રાગથી લાભ માનનાર ખરેખર તો તે રાગ જેટલી જ જીવની કિંમત માની
રહ્યો છે; ‘આ રાગ વડે મને જીવનો સ્વભાવ મળી જશે’–એનો અર્થ એ થયો કે જીવના
સ્વભાવની કિંમત રાગ જેટલી જ તેણે માની. તે પોતાના શુદ્ધસ્વભાવને, પોતાના સમ્યક્
ભાવને, પોતાના સ્વભાવની સાચી કિંમતને જાણતો નથી. એટલે બહારના પદાર્થોને કે
વિકારી ભાવને કિંમત આપે છે ને પોતાને કિંમત વગરનો વિકારી કલ્પે છે, તેથી તેના
શ્રદ્ધા ‘સમ્યક્’ નથી પણ મિથ્યા છે;–ભલે તે શુદ્ધ જૈનના દેવ–ગુરુ–શાસ્ત્રને શુભરાગથી
માનતો હોય ને કુદેવાદિને માનતો ન હોય–તો પણ એટલાથી તેનું મિથ્યાત્વ છૂટતું નથી.
ભાઈ, તારી અચિંત્ય કિંમત છે, જગતમાં મોંઘામાં મોંઘું ચૈતન્યરત્ન તું જ છો, તારી
વસ્તુમાં પ્રવેશીને તારા સાચા ભાવને–સાચા સ્વરૂપને તું જાણ તો જ તને સમ્યક્ત્વ થાય
ને તારું મિથ્યાત્વ ટળે. સ્વ–પરનું ભેદજ્ઞાન ત્યારે જ સાચું કહેવાય કે જો શુદ્ધાત્માનું
શ્રદ્ધાન ભેગું હોય; દેવ–ગુરુની ઓળખાણ ત્યારે જ સાચી કહેવાય કે જો શુદ્ધાત્માનું
શ્રદ્ધાન ભેગું હોય. નવતત્ત્વની શ્રદ્ધા ત્યારે જ સમ્યક્ કહેવાય કે જ્યારે ભૂતાર્થસ્વભાવની
સન્મુખ થઈને શુદ્ધાત્માનું શ્રદ્ધાન કરે. એકલા વ્યવહારથી એ બધું કર્યા કરે ને જો
શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ ન કરે તો તે જીવને સમ્યગ્દ્રષ્ટિ કહેતા નથી. માટે