: પ૦ : આત્મધર્મ : વૈશાખ :
સમ્યગ્દ્રષ્ટિનું બધુંય જ્ઞાન સમ્યક્ છે,
તે મોક્ષમાર્ગરૂપ નિજપ્રયોજનને સાધે છે
“સમ્યક્ત્વ થતાંની સાથે, જે જ્ઞાન (પૂર્વે) પાંચ ઈન્દ્રિય
તથા છઠ્ઠા મનદ્વારા ક્ષયોપશમરૂપ મિથ્યાત્વદશામાં કુમતિ–
કુશ્રુતરૂપ થઈ રહ્યું હતું તે જ જ્ઞાન હવે મતિ–શ્રુતરૂપ
સમ્યગ્જ્ઞાન થયું. સમ્યગ્દ્રષ્ટિ જે કાંઈ જાણે તે સર્વ જાણવું
સમ્યગ્જ્ઞાનરૂપ છે. એ (સમ્યગ્દ્રષ્ટિ) જો કદાચિત ઘટપટાદિ
પદાર્થોને અયથાર્થ પણ જાણે તો તે આવરણજતિન ઉદયનો
અજ્ઞાનભાવ છે; અને ક્ષયોપશમરૂપ પ્રગટ જ્ઞાન છે તે તો
સર્વ સમ્યગ્જ્ઞાન જ છે, કેમકે જાણવામાં પદાર્થોને
વિપરીતરૂપે સાધતું નથી” (મો. મા. પ્ર. પાનું ૩૪૩–૩૪૪)
જુઓ, સમકિતીનું સમ્યગ્જ્ઞાન, જ્યાં શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ થયું ત્યાં
બધું જ્ઞાન પણ સ્વપરની ભિન્નતાને યથાર્થ સાધતું થકું. સમ્યક્રૂપ પરિણમ્યું, એટલે
જ્ઞાનીનું બધુંય જ્ઞાન સમ્યગ્જ્ઞાન થયું. કદાચિત્ ક્ષયોપશમદોષથી બહારના અપ્રયોજનભૂત
કોઈ પદાર્થો (ઘટ–પટ, દોરી વગેરે) અયથાર્થ જણાઈ જાય તોપણ તેથી કરીને
મોક્ષમાર્ગરૂપ પ્રયોજન સાધવામાં કાંઈ વિપરીતતા થતી નથી; કેમકે અંદરની પ્રયોજનરૂપ
વસ્તુ જાણવામાં કાંઈ વિપરીતતા તેને થતી નથી; અંદરમાં રાગને જ્ઞાનરૂપ જાણે કે
શુભરાગને મોક્ષમાર્ગરૂપ જાણે એવી પ્રયોજનભૂત તત્ત્વોમાં વિપરીતતા જ્ઞાનીને થતી
નથી, પ્રયોજનભૂત તત્ત્વો–સ્વભાવ–વિભાવની ભિન્નતા સ્વ–પરની ભિન્નતા વગેરેને તો
તેનું જ્ઞાન યથાર્થ જ સાધે છે, તેની તેનું બધુંય જ્ઞાન સમ્યગ્જ્ઞાન જ છે. અને અજ્ઞાની
કદાચ દોરીને દોરી. સર્પને સર્પ દાકતરપણું, વકીલાત, જ્યોતિષ વગેરે અપ્રયોજનરૂપ
તત્ત્વોને જાણે તો પણ સ્વ પ્રયોજનને તેનું જ્ઞાન સાધતું નહિ હોવાથી તેનું બધુંય
જાણપણું મિથ્યાજ્ઞાન છે, સ્વ–પરની ભિન્નતા કે કારણ–કાર્ય વગેરેમાં તેની ભૂલ હોય છે.
અહા, અહીં તો કહે છે કે મોક્ષમાર્ગને સાધવામાં જે જ્ઞાન કામ આવે, તેમાં વિપરીતતા ન
હોય, તે જ સમ્યગ્જ્ઞાન છે; અને ભલે બહારનું ગમે તેટલું જાણપણું હોય પણ મોક્ષમાર્ગને
સાધવામાં જે જ્ઞાન કામ ન આવે, તેમાં જેને વિપરીતતા હોય, તે મિથ્યાજ્ઞાન છે.
જગતમાં સૌથી મૂળ