: પ૨ : આત્મધર્મ : વૈશાખ :
એમ જ્ઞાનને જ્ઞાનપણે જ રાખતો તે સદાય ભેદજ્ઞાનરૂપે, સમ્યગ્જ્ઞાનરૂપે પરિણમે છે; આ
રીતે તેનું બધું ય જ્ઞાન સમ્યગ્જ્ઞાન જ છે–એમ જાણવું. એક જીવ ઘણાં શાસ્ત્રો ભણેલો
હોય ને મોટો ત્યાગી થઈને હજારો જીવોથી પૂજાતો હોય પણ જો શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ
નિશ્ચય સમ્યક્ત્વ ન હોય તો એનું બધું ય જાણપણું મિથ્યા છે; બીજો જીવ નાનું દેડકું,
માછલું, સર્પ સિંહ કે બાળક દશામાં હોય, શાસ્ત્રના શબ્દો વાંચતા આવડતું ન હોય છતાં
જો શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વથી સહિત છે તો એનું બધુંય જ્ઞાન સમ્યક્ છે,
ને એ મોક્ષના પંથે છે; બધાય શાસ્ત્રોના રહસ્યરૂપ અંદરનું સ્વભાવ–પરભાવનું ભેદજ્ઞાન
તેણે સ્વાનુભવથી જાણી લીધું છે. અંદરમાં જે બાહ્ય તરફની શુભ કે અશુભ લાગણીઓ
ઊઠે છે તે હું નથી, તેના વેદનમાં મારી શાંતિ નથી, હું તો જ્ઞાનાનંદ છું–કે જેના વેદનમાં
મને શાંતિ અનુભવાય છે,– આમ અંતરના વેદનમાં તે સમકિતીને ભેદજ્ઞાન તથા
શુદ્ધાત્મપ્રતીતિ વર્તે છે. શુદ્ધાત્માથી વિરુદ્ધ કોઈ ભાવમાં તેને કદી આત્મબુદ્ધિ થતી નથી.
જ્યારથી સમ્યગ્દર્શન થયું ત્યારથી જ્ઞાન આ રીતે રાગથી જુદું કામ કરવા માંડયું, માટે
સમ્યગ્દ્રષ્ટિ જે કાંઈ જાણે તે બધું સમ્યગ્જ્ઞાન છે એક કહ્યું. જ્ઞાનનો ઉઘાડ થોડો હોય કે
ઝાઝો એના ઉપર કાંઈ સમ્યક્–મિથ્યાપણાનું માપ નથી, પણ એ જ્ઞાન કઈ તરફ કાર્ય કરે
છે, શેમાં તન્મયપણે વર્તે છે એના ઉપર તેના સમ્યક્–મિથ્યાપણાનું માપ છે. જો
સ્વભાવમાં તન્મય વર્તતું હોય તો સમ્યક્ છે, પરભાવમાં તન્યમ વર્તતું હોય તો મિથ્યા
છે. જ્ઞાનીનો ઉપયોગ પરને જાણવામાં વર્તતો હોય તેથી એમ ન સમજવું કે ત્યારે તેનો
ઉપયોગ પરમાં તન્મય થઈ ગયો છે; એ વખતેય અંતરના ભાનમાં ઉપયોગ પરથી છૂટો
ને છૂટો વર્તે છે. સ્વમાં તન્મયતાની બુદ્ધિ એ વખતેય એને છૂટી નથી. આ તો જ્ઞાનીના
અંતરની અલૌકિક વસ્તુ છે, એનાં માપ બહારથી સમજાઈ જાય તેવા નથી. શુભ–અશુભ
પરિણામદ્વારા પણ એનાં માપ નીકળે એવા નથી અંર્તદ્રષ્ટિ શું કામ કરે છે એનું માપ
અંર્તદ્રષ્ટિથી જ સમજાય તેવું છે.
અરે ભાઈ, એકવાર આ વાત લક્ષમાં તો લે, તો તારો ઉત્સાહ પર તરફથી
ઊતરી જશે ને તને સ્વભાવનો ઉત્સાહ જાગશે. મૂળ સ્વભાવનું જ્ઞાન કરવું એ જ
મોક્ષમાર્ગમાં પ્રયોજનરૂપ છે.
કોઈ કહે છે–‘ધર્મી થયો ને આત્માને જાણ્યો એટલે પરનું પણ બધુંય જાણપણું
તેને થઈ જાય.’ તો કહે છે કે ના. પરને બધાયને જાણી જ લ્યો એવો નિયમ નથી
જ્ઞાનનો ઉઘાડ હોય તે અનુસાર જાણે; તે કદાચિત તે પ્રકારનો ઉઘાડ ન હોવાના કારણે,
દોરીને સર્પ ઈત્યાદિ પ્રકારે અન્યથા જાણે તોપણ દોરી કે સર્પ બંનેથી જુદો હું તો જ્ઞાન
છું–એવું સ્વ–પરની ભિન્નતાનું જ્ઞાન તો તેને યથાર્થ જ રહે છે, તે ખસતું નથી. દોરીને
દોરી જાણી હોત તોપણ તેનાથી હું જુદો છું–એમ જાણત, અને દોરીને સર્પ જાણ્યો તોપણ
તેનાથી હું જુદો છું–એમ જાણે છે, એટલે સ્વ–પરની ભિન્નતા જાણવારૂપ સમ્યક્પણામાં
તો કાંઈ ફેર પડ્યો નથી. આત્માનું જાણપણું થાય એટલે પરનું જાણપણું