: વૈશાખ : આત્મધર્મ : પ૩ :
તરત ઉઘડી જ જાય એવો કાંઈ નિયમ નથી. અજ્ઞાની કોઈ જ્યોતિષ વગેરે જાણતો હોય
ને જ્ઞાનીને તે ન પણ આવડે, અહીં બેઠોબેઠો સ્વર્ગ–નરકને વિભંગજ્ઞાનથી દેખતો હોય
જ્ઞાનીને તેવો ઉઘાડ ન પણ હોય. અજ્ઞાની ગણિત વગેરે જાણતો હોય, તેમાં તેની ભૂલ
ન પડે, છતાં એ જાણપણાની ધર્મમાં કાંઈ કિંમત નથી. જ્ઞાનીને કદાચ ગણિત વગેરે ન
આવડે, દાખલામાં ભૂલ પણ પડે, છતાં તેનું જ્ઞાન સમ્યક્ છે, સ્વને સ્વપણે અને પરને
પરપણે સાધવારૂપ મૂળભૂત યથાર્થપણામાં તેને ભૂલ થતી નથી. અજ્ઞાની તો સ્વ–પરને,
સ્વભાવ–પરભાવને એકબીજામાં ભેળવીને જાણે છે એટલે તેનું બધુંય જ્ઞાન ખોટું છે.
બહારના જાણપણાનો ઉઘાડ પૂર્વક્ષયોપશમ અનુસાર ઓછો–વધુ હોય, પણ જે જ્ઞાન
પોતાના ભિન્નસ્વભાવને ભૂલીને જાણે છે તે અજ્ઞાન છે, અને પોતાના ભિન્નસ્વભાવનું
ભાન સાથે રાખીને જે જાણે છે તે સમ્યગ્જ્ઞાન છે. સંસાર સંબંધી કંઈક જાણપણું ન હોય
કે ઓછું હોય તેથી કાંઈ જ્ઞાન મિથ્યા થઈ જતું નથી. અને સંસારનું દોઢ–ડહાપણ ઘણું
હોય તેથી કાંઈ જ્ઞાન સમ્યક્ થઈ જતું નથી. એનો આધાર તો શુદ્ધાત્માના શ્રદ્ધાન ઉપર
છે; શુદ્ધાત્માનું શ્રદ્ધાન જ્યાં છે ત્યાં સમ્યક્ જ્ઞાન છે, શુદ્ધાત્માનું શ્રદ્ધાન જ્યાં નથી ત્યાં
મિથ્યાજ્ઞાન છે. એટલે બહારનું જાણપણું ઓછું હોય તો એનો જ્ઞાનીને ખેદ નથી, ને
બહારનું જાણપણું વિશેષ હોય તો એનો જ્ઞાનીને મહિમા નથી. મહિમાવંત તો આત્મા છે
ને એ જેણે જાણી લીધો તે જ્ઞાનનો મહિમા છે. અહો, જગતથી જુદા મારા આત્માને મેં
જાણી લીધો છે તો મારા જ્ઞાનનું પ્રયોજન મેં લીધું છે, એમ નિજાત્મ– જ્ઞાનથી જ્ઞાની
સંતુષ્ટ છે–તૃપ્ત છે.
અહા, આત્મજ્ઞાનનો મહિમા અચિંત્ય છે. એ જ્ઞાનનો મહિમા ભૂલીને બહારના
જાણપણાના મહિમામાં જીવો અટકી રહ્યા છે. સંસારના કોઈ નિષ્પ્રયોજન પદાર્થને
જાણવામાં ભૂલ થઈ તો ભલે થઈ, પણ, જ્ઞાની કહે છે કે અમારા આત્માને જાણવામાં
અમારી ભૂલ થતી નથી. અમારા આતમરામને અમે ભૂલતા નથી. એ જ્ઞાનની મસ્તી
અને નિઃશંકતા કોઈ અદ્ભુત છે! અનંત ગુણોથી પરિપૂર્ણ સ્વભાવની પ્રતીતનું જોર એ
જ્ઞાનની સાથે વર્તી રહ્યું છે. તેથી આવું સમ્યગ્જ્ઞાન તે કેવળજ્ઞાનનો કટકો છે.
સ્વસત્તાના અવલંબને જ્ઞાની
નિજાત્માને અનુભવે છે. અહો! આવા
સ્વાનુભવજ્ઞાનથી મોક્ષમાર્ગ સાધનાર
જ્ઞાનીના મહિમાની શી વાત! એની દશાને
ઓળખનારા જીવો ન્યાલ થઈ ગયા છે.