વિષય–કષાયાદિરૂપ વા પૂજા–દાન–
જાણવું”
નિર્વિકલ્પદશા લાંબોકાળ ટકતી નથી, એટલે સવિકલ્પદશા આવે છે. આ રીતે
સમ્યગ્દ્રષ્ટિના પરિણામ નિર્વિકલ્પ અને સવિકલ્પ એમ બંને દશારૂપ થઈને પ્રવર્તે
છે. ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ અનુભવ ન થાય–એવું નથી; તેમજ સમ્યગ્દર્શન
થયા પછી વિકલ્પ અને રાગ ન જ હોય એમ પણ નથી. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને પણ
કોઈકોઈવાર નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. તેમજ ચોથા–પાંચમા ગુણસ્થાને તેને
ભૂમિકાઅનુસાર વિષય–કષાયાદિના અશુભ તથા પૂજા–દાન–શાસ્ત્રસ્વાધ્યાય–
ધર્માત્માની સેવા–સાધર્મીનો પ્રેમ–તીર્થયાત્રા વગેરેના શુભ પરિણામ પણ આવે છે.
એના અશુભ પરિણામ ઘણા મંદ પડી ગયા હોય છે, વિષયકષાયોનો પ્રેમ
અંતરમાંથી ઊડી ગયો હોય છે, અશુભ વખતેય નરકાદિ હલકી ગતિનાં આયુષનું
બંધન તો તેને થતું જ નથી. દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે ઉત્સાહ–ભક્તિ, શાસ્ત્ર પ્રત્યે
ભક્તિ, તેનો અભ્યાસ વગેરે શુભપરિણામ વિશેષપણે હોય છે, પરંતુ એનું અંતર
તો એ શુભથીયે ઉદાસ છે. એના અંતરમાં તો એક શુદ્ધ આત્મા જ વસ્યો છે.
વર્તે છે, વિકલ્પથી જુદું જ વર્તે છે. જ્ઞાન અને વિકલ્પ એ બંનેનું ભેદજ્ઞાન ધર્મીને
સવિકલ્પદશા વખતેય વર્તી રહ્યું છે. પણ એ ભૂમિકામાં પરિણામની સ્થિતિ કેવી
હોય તે અહીં બતાવવું છે. વિષયકષાયના જરાપણ ભાવ હોય ત્યાં સમ્યગ્જ્ઞાન હોય
જ નહીં–એમ કોઈ માને તો તે બરાબર નથી. અથવા વિષયકષાયના પરિણામ
સર્વથા છૂટીને વીતરાગ થાય ત્યારે જ સમ્યગ્જ્ઞાન થાય–એમ કોઈ કહે તો તે પણ
બરાબર નથી. હા, એટલું ખરૂં કે એને