: વૈશાખ : આત્મધર્મ : પપ :
વિષયકષાયનો રસ અંતરમાંથી સર્વથા છૂટી જાય, એમા ક્્યાંય અંશમાત્ર પણ આત્માનું
હિત કે સુખ ન લાગે; એટલે એમાં સ્વચ્છંદે તો તે ન જ વર્તે. એ ‘સદન નિવાસી તદપિ
ઉદાસી’ હોય છે.
આ રીતે ધર્મીને સમ્યગ્જ્ઞાન સાથે શુભ–અશુભ પરિણામ પણ વર્તતા હોય છે પણ
તેથી કાંઈ તેના સમ્યક્શ્રદ્ધાન–જ્ઞાન દુષિત થઈ જતા નથી; જ્ઞાન પરિણામ જુદા છે ને
શુભાશુભ પરિણામ જુદા છે, બંનેની ધારા જુદી છે. વિકલ્પ અને જ્ઞાનની ભિન્નતાનું
ભાન વિકલ્પ વખતેય ખસતું નથી. ઉપયોગ ભલે પરને જાણવામાં રોકાયો હોય તેથી
કાંઈ શ્રદ્ધા કે જ્ઞાન મિથ્યા થઈ જતા નથી. આ રીતે ધર્મીને સવિકલ્પ દશા વખતે પણ
સમ્યક્ત્વની ધારા તો એવી ને એવી વર્ત જ છે.
જૈનદર્શન
શિક્ષણ વર્ગ
રાજકોટમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા–
મહોત્સવ ઊજવીને પૂ. ગુરુદેવ તા. ૧૩–પ–
૬પ વૈશાખ સુદ ૧૩ ને ગુરુવારના રોજ
સોનગઢ પધારશે. તથા બીજા દિવસથી એટલે
કે વૈશાખ સુદ ૧૪ ને શુક્રવાર તા. ૧૪–પ–
૬પ થી વિદ્યાર્થીઓ માટેનો શિક્ષણ વર્ગ શરૂ
થશે. આ શિક્ષણ વર્ગ જેઠ સુદ ત્રીજ ને તા.
૨–૬–૬પ સુધી ચાલશે. શિક્ષણ વર્ગમાં
આવવા ઈચ્છતા વિદ્યાર્થીબંધુઓએ દિ. જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
એ સરનામે સૂચના મોકલી દેવી, તથા
ટાઈમસર સોનગઢ આવી જવું. (પોતાનું
બેડીંગ સાથે લાવવું)