: પ૬ : આત્મધર્મ : વૈશાખ :
કે વ ળ જ્ઞા ન નો ક ટ કો
આ ત્મ જ્ઞા ન નો અ ચિં ત્ય મ હિ મા
“...... જાણવામાં પદાર્થોને વિપરીત સાધતું નથી, માટે તે
સમ્યગ્જ્ઞાન કેવળ જ્ઞાનનો અંશ છે. જેમ થોડુંક મેઘપટલ (વાદળ) વિલય
થતાં જે કાંઈ પ્રકાશ પ્રગટે છે તે સર્વપ્રકાશનો અંશ છે. જે જ્ઞાન મતિ–
શ્રુતરૂપ પ્રવર્તે છે તે જ જ્ઞાન વધતુંવધતું કેવળજ્ઞાનરૂપ થાય છે, તેથી
સમ્યગ્જ્ઞાનની અપેક્ષાએ તો જાતિ એક છે.’ (પૃ. ૩૪૪)
અહા, જુઓ આ સમ્યગ્જ્ઞાનની કેવળજ્ઞાન સાથે સંધિ! મતિ–શ્રુતજ્ઞાનને
કેવળજ્ઞાનનો અંશ કોણ કહે?–કે જેણે પૂર્ણ જ્ઞાનસ્વભાવને પ્રતીતમાં લીધો હોય ને તે
સ્વભાવના આધારે સમ્યક્ અંશ પ્રગટ કર્યો હોય તે જ પૂર્ણતા સાથેની સંધિથી (પૂર્ણતાના
લક્ષથી) કહી શકે કે મારું આ જ્ઞાન છે તે કેવળજ્ઞાનનો અંશ છે, કેવળજ્ઞાનની જ જાત છે.
પણ રાગમાં જ જે લીન વર્તતો હોય તેનું જ્ઞાન તો રાગનું થઈ ગયું છે, તેને તો રાગથી જુદા
જ્ઞાનસ્વભાવની જ ખબર નથી, ત્યાં ‘આ જ્ઞાન આ સ્વભાવનો અંશ છે’ એમ તે કઈ રીતે
જાણે? જ્ઞાનને જ પરથી ને રાગથી જુદું નથી જાણતો ત્યાં એને સ્વભાવનો અંશ કહેવાનું તો
તેને ક્્યાં રહ્યું? સ્વભાવ સાથે જે એકતા કરે તે જ પોતાના જ્ઞાનને ‘આ સ્વભાવનો અંશ
છે’ એમ જાણી શકે. રાગ સાથે એકતાવાળો એ વાત જાણી શકતો નથી.
અહા, આ તો અલૌકિક વાત છે! મતિશ્રુતજ્ઞાનને સ્વભાવનો અંશ કહેવો અથવા
તો કેવળજ્ઞાનનો અંશ કહેવો એ વાત અજ્ઞાનીને સમજાતી નથી, કેમકે તેને તો રાગ
અને જ્ઞાન એકમેક ભાસે છે. જ્ઞાન તો નિઃશંક જાણે છે કે જેટલા રાગાદિ અંશો છે તે
બધાય મારાથી પર ભાવો છે, ને જેટલા જ્ઞાનાદિ અંશો છે તે બધાય મારા સ્વભાવો છે,
તે મારા સ્વભાવના જ અંશો છે, ને તે અંશો વધી વધીને કેવળજ્ઞાન થવાનું છે.
પ્રશ્ન:– ચાર જ્ઞાનને તો વિભાવજ્ઞાન કહ્યા છે, અહીં તેમને સ્વભાવના અંશ કેમ કહ્યા?
ઉત્તર:– તેમને વિભાવ કહ્યા છે તે તો અપૂર્ણતાની અપેક્ષાએ કહ્યા છે, કાંઈ વિરુદ્ધ
જાતની અપેક્ષાએ (રાગાદિની જેમ) તેમને વિભાવ નથી કહ્યા. એ ચારે જ્ઞાનો તો
સ્વભાવના જ અંશ.....ને સ્વભાવની જ જાત; પણ તે હજી અધૂરા છે ને અધૂરાના આશ્રયે