: વૈશાખ : આત્મધર્મ : પ૭ :
પૂરું જ્ઞાન ખીલતું નથી એટલે પૂર્ણસ્વભાવનો આશ્રય કરાવવા અપૂર્ણ જ્ઞાનોને વિભાવ
કહ્યા છે. પણ જેમ રાગાદિ વિભાવો તો સ્વભાવથી વિરુદ્ધ છે–તેમની જાત જ જુદી છે,
તેમ કાંઈ જ્ઞાનની જાત જુદી નથી, જ્ઞાન તો સ્વભાવથી અવિરુદ્ધ જાતનું જ છે. જેમ
પૂર્ણપ્રકાશથી ઝળઝળતા સૂર્યમાંથી વાદળાંનો વિલય થતાં જે પ્રકાશકિરણો ઝળકે છે તે
સૂર્યપ્રકાશનો જ અંશ છે, તેમ જ્ઞાનાવરણાદિ વાદળાં તૂટતાં સમ્યક્ મતિશ્રુતરૂપ જે જ્ઞાન
કિરણો પ્રગટ્યા તે, કેવળજ્ઞાનના પૂર્ણપ્રકાશથી ઝળહળતો જે ચૈતન્યસૂર્ય, તેના જ
પ્રકાશના અંશો છે. સમ્યક્ મતિશ્રુતરૂપ જે અંશો છે તે બધાય ચૈતન્યસૂર્યનો જ પ્રકાશ છે.
જેમ બીજચંદ્ર વધીવધીને પૂર્ણચંદ્રરૂપ થાય છે તેમ સમ્યક્ મતિશ્રુતજ્ઞાન પણ વધતાં
વધતાં કેવળજ્ઞાન થાય છે. જો કે મતિ–શ્રુત પર્યાય તો પલટી જાય છે, તે પોતે કાંઈ
કેવળજ્ઞાનરૂપ થતી નથી, એટલે પર્યાયઅપેક્ષાએ તે જ નથી પરંતુ સમ્યક્ જાતિ
અપેક્ષાએ તે જ જ્ઞાન વધતાં વધતાં કેવળજ્ઞાન થયું એમ કહેવાય છે. પાંચેય જ્ઞાનો
સમ્યગ્જ્ઞાનના જ પ્રકાર છે એટલે કેવળજ્ઞાન અને મતિજ્ઞાન બંને ‘સમ્યક’પણે સરખાં
છે, બંનેની જાત એક જ છે. જેમ એક જ પિતાના પાંચ પુત્રોમાં કોઈ મોટો હોય, કોઈ
નાનો હોય, પણ છે તો બધાય એક જ બાપના દીકરા; તેમ કેવળજ્ઞાનથી માંડીને
મતિજ્ઞાન એ પાંચે સમ્યગ્જ્ઞાનો જ્ઞાનસ્વભાવના જ વિશેષો છે, તેમાં કેવળજ્ઞાન એ મોટો
મહાનપુત્ર છે ને મતિજ્ઞાનાદિ ભલે નાના છે, તોપણ તે કેવળજ્ઞાનની જ જાત છે.
શાસ્ત્રમાં (જયધવલામાં) વીરસેનસ્વામીએ ગણધરને ‘સર્વજ્ઞપુત્ર’ કહ્યા છે, તેમ અહીં
કહે છે કે મતિ–શ્રુતજ્ઞાન તે કેવળજ્ઞાનના પુત્ર છે, સર્વજ્ઞતાના અંશ છે. જેમ
સિદ્ધભગવાનનો પૂર્ણ અતીન્દ્રિય આનંદ ને સમકિતીનો ભૂમિકાયોગ્ય અતીન્દ્રિય આનંદ
એ બંને આનંદની એક જ જાત છે. માત્ર પૂરા ને અધૂરાનો જ ભેદ છે પણ જાતમાં તો
જરાય ભેદ નથી, એટલે સમકિતીનો આનંદ તે સિદ્ધભગવાનના આનંદનો જ અંશ છે;
આનંદની જેમ એનું મતિજ્ઞાન તે પણ કેવળજ્ઞાનનો જ અંશ છે. પૂરા ને અધૂરાનો ભેદ
હોવા છતાં બંનેની જાતમાં જરાય ભેદ નથી.
ભાઈ, તારું જ્ઞાન એ કેવળજ્ઞાનની જ જાતનું,–પણ ક્્યારે? કે તું તારા સ્વભાવનું
સમ્યગ્જ્ઞાન કર ત્યારે. હજી તો શુભરાગને મોક્ષનું કારણ માનતો હોય, વ્યવહારના
અવલંબને મોક્ષમાર્ગ થવાનું માનતો હોય, જડદેહની ક્રિયાઓને આત્માની માનતો હોય
ને તે ક્રિયાઓથી ધર્મ થવાનું માનતો હોય, તેને તો કહે છે કે ભાઈ, તારું બધુંય જ્ઞાન
મિથ્યા છે. હજી તો સર્વજ્ઞે કહેલાં નવતત્ત્વની તને ખબર નથી, સર્વજ્ઞસ્વભાવનો
(કેવળજ્ઞાનનો) તને નિર્ણય નથી ત્યાં તે કેવળજ્ઞાનનો અંશ કેવો હોય તેની ઓળખાણ
ક્્યાંથી થાય? મારું આ જ્ઞાન કેવળજ્ઞાનનો અંશ છે–એમ બરાબર નક્કી કરે એની દ્રષ્ટિ
અને જ્ઞાનપરિણતિ તો જ્ઞાનસ્વભાવમાં ઊંડી ઊતરી ગઈ હોય. એ શુભરાગમાં ધર્મ
માનીને એમાં જ ન રોકાઈ રહે; એ તો રાગથી ક્્યાંય પાર એવા જ્ઞાનસ્વભાવમાં અંદર
પ્રવેશી જાય. આવું જ્ઞાન તે જ કેવળજ્ઞાનની જાતનું થઈને કેવળજ્ઞાનને સાધે છે. સમ્યક્
મતિશ્રુત તે જો કેવળ–