: પ૮ : આત્મધર્મ : વૈશાખ :
જ્ઞાનની જાતનું ન હોય ને વિજાતીય હોય તો તે કેવળજ્ઞાનને કઈ રીતે સાધી શકે?
કેવળજ્ઞાનની જાત હોય તે જ કેવળજ્ઞાનને સાધી શકે. રાગ તે કેવળજ્ઞાનની જાત
નથી તેથી તે કેવળજ્ઞાનને સાધી શકતો નથી. મતિ શ્રુત સમ્યગ્જ્ઞાન તે કેવળજ્ઞાનની જાત
છે તેથી અંતરમાં એકાગ્ર થઈને તે કેવળજ્ઞાનને સાધે છે. સમ્યગ્જ્ઞાનજ્યોત પ્રગટી તે કદી
બુઝાવાની નથી, એ વધી વધીને કેવળજ્ઞાન લેશે.
જુઓ ભાઈ, આ વાત સૂક્ષ્મ અને ગંભીર તો છે, પરંતુ પોતાના પરમ હિતની
વાત છે એટલે બરાબર ધ્યાન રાખીને ખાસ સમજવા જેવી છે. ધ્યાન રાખીને અંતરથી
સમજવા ધારે તો જરૂર સમજાય તેમ છે. આ કાંઈ દૂરદૂરની કોઈ વાત નથી પણ
પોતાના આત્મામાં જે સ્વભાવ વર્તી રહ્યો છે તેની જ આ વાત છે, એટલે ‘આ વાત
મારા આત્માની જ છે’ એમ અંતરમાં ડોકિયું કરીને સમજે તો તરત જ સમજાય અને
સમજતાં અપૂર્વ આનંદ થાય, એવી આ વાત છે.
પ્રશ્ન:– છદ્મસ્થ જ્ઞાની પણ કેવળજ્ઞાનનું સ્વરૂપ બરાબર નક્કી કરી શકે છે. એણે
જ્ઞાનને સ્વસન્મુખ કરીને સર્વજ્ઞતાના અખંડ સામર્થ્યની ભરપૂર એવા પોતાના
જ્ઞાનસ્વભાવનો જે નિર્ણય કર્યો છે તેમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ પણ સ્પષ્ટ ભાસી ગયું છે.
જો કેવળજ્ઞાનને જ ન સમજે તો મોક્ષતત્ત્વને પણ ન સમજે, મોક્ષતત્ત્વને જે ન સમજે તે
મોક્ષમાર્ગને પણ ન સમજે, ને મોક્ષમાર્ગને જે ન સમજે તેને ધર્મ ક્્યાંથી થાય? જેમ
કોઈ સજ્જન પાસે એક રૂપીઓ સાચો હોય, ભલે અજબ રૂપીઆ તેની પાસે ન હોય,
તેથી શું અબજ રૂપીઆને તે જાણી ન શકે? જેવો મારી પાસે આ રૂપીઓ છે તેવી જ
જાતના અબજ રૂપીઆ હોય, એમ તે બરાબર જાણી શકે છે, તેમ સમકિતી મતિ–
શ્રુતજ્ઞાની સંત પાસે કેવળજ્ઞાન ભલે પ્રગટ ન હોય, પરંતુ શુદ્ધાત્માની શ્રદ્ધાના બળે
જ્ઞાનસ્વભાવનો પણ નિર્ણય કરીને, કેવળજ્ઞાન કેવું એ તેણે બરાબર જાણી લીધું છે, ને
કેવળજ્ઞાનની જાતનું જ મારું આ સમ્યગ્જ્ઞાન છે–એમ તે નિઃશંક જાણે છે, હજાર
પાંખડીવાળા કમળની જે કળી પહેલાં થોડી ખીલી તે જ વધીને પૂરી ખીલે છે, તેમ અનંત
પાંખડીવાળું જે ચૈતન્યકમળ તેમાં સમ્યગ્દર્શન થતાં જે મતિશ્રુતરૂપ થોડી જ્ઞાનકલા ખીલી
તે જ કળા સ્વરૂપમાં એકાગ્રતાવડે વધતાં વધતાં કેવળજ્ઞાનરૂપ પૂર્ણકલા ખીલી જશે. આ
રીતે સમ્યગ્જ્ઞાનની અપેક્ષાએ મતિ–શ્રુત ને કેવળની જાતિ એક જ છે. આ ચિઠ્ઠિમાં જ
આગળ જતાં અષ્ટસહસ્રીનો આધાર આપીને કહ્યું છે કે કેવળજ્ઞાનની જેમ શ્રુતજ્ઞાન પણ
સર્વ તત્ત્વને પ્રકાશનાર છે, માત્ર પ્રત્યક્ષ અને પરોક્ષનો જ તેમાં ભેદ છે પરંતુ
વસ્તુસ્વરૂપે તેઓ એકબીજાથી અન્ય નથી.
સમ્યગ્દ્રષ્ટિને શુદ્ધાત્માની પ્રતીતરૂપ સમ્યક્શ્રદ્ધા થઈ છે, સ્વપરના યથાર્થ
ભેદજ્ઞાનવડે સમ્યક્મતિશ્રુતજ્ઞાનરૂપ કેવળજ્ઞાનનો અંશ પ્રગટ્યો છે.