Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 72 of 89

background image
: વૈશાખ : આત્મધર્મ : ૬૧ :
અ ચિં ત્ય મ હિ મા વં ત
આ ત્મ શ ક્તિ
ગત માગશર–પોષ માસમાં સમયસારની ૪૭ શક્તિઓ ઉપર જે ભાવભીનાં
પ્રવચનો થયા તેનો કેટલોક સારભાગ અહીં આપવામાં આવ્યો છે.
લેખાંક નં. ૪ (ગતાંકથી ચાલુ)
(૭૬) મલિનતાને ‘આત્મા કોણ કહે?
અરે, રાગ તો મલિનભાવ છે, તેના સેવનથી જો તું આત્માને ધર્મનો લાભ
માનતો હો તો તેં આખાય ભગવાન આત્માને મેલો માની લીધો છે. અરે, ક્્યાં
પવિત્રતાનો આખોય પિંડ ચૈતન્યસ્વભાવ, ને ક્્યાં રાગાદિ મલિનભાવ? જેના સેવનથી
અબંધપણું ન પ્રગટે, ને જેના સેવનથી આત્મા બંધાય–એવા મલિનભાવને ‘આત્મા’
કોણ કહે? અને એવા મલિનભાવનું કતૃૃર્ત્વ પવિત્ર આત્માને કેમ હોય? એનું જ્ઞાન ભલે
રહો પણ એનું કર્તૃત્વ રહેતું નથી. આત્મા જ્યાં ખરેખર ‘આત્મારૂપ’ થઈને (નિર્મળ
પર્યાયરૂપ) પરિણમ્યો ત્યાં તેનામાં વિકારનું–દુઃખનું–રાગનું કર્તૃત્વ કે ભોક્તૃત્વ નથી, તે
નિર્મળભાવોને જ કરે છે ને આનંદમય વીતરાગભાવને જ ભોગવે છે.
(૭૭) સાધકદશા
સાધકભૂમિકામાં બે પ્રકારનાં–એક જ્ઞાતાભાવમાં તન્મયરૂપ પરિણામ, અને બીજાં
જ્ઞાતાભાવથી જુદા પરિણામ; તેમાંથી ધર્મી જીવને જ્ઞાતાભાવથી અભિન્ન એવા
વીતરાગી– આનંદરૂપ પરિણામનું કર્તા–ભોક્તાપણું છે; પણ જ્ઞાતાભાવથી ભિન્ન એવા
રાગાદિ આકૂળ– પરિણામનું કર્તા–ભોક્તાપણુ ધર્મીને નથી.
(૭૮) ચૈતન્યરાજાની પરિણતિ
જેમ ચક્રવર્તીની રાણી ભિખારણ ન હોય, એમ ચૈતન્યરાજાની પરિણતિ વિકારી
ન હોય, એની પરિણતિ તો એના જેવી નિર્મળ નિર્વિકાર હોય, એને જ એ ભોગવે. પર–
પરિણતિને ભોગવે એવો સ્વભાવ ચૈતન્યરાજાનો નથી.
અરે, એકવાર તારા ચૈતન્યસુખને તું દેખ તો જગતમાં બીજે ક્્યાંયથી સુખ
લેવાની તારી મિથ્યા–આકાંક્ષા મટી જશે. જગતનું વિસ્મય છોડ ને પરમ વિસ્મયકારી
(આનંદકારી) એવા નિજ તત્ત્વને અંતરમાં દેખ. કદી નહિ જોયેલ એવી વૈભવવાળી
વસ્તુ તને તારામાં દેખાશે....કદી નહિ ચાખેલ એવો