: ૬૨ : આત્મધર્મ : વૈશાખ :
સ્વાનુભવનો સ્વાદ તને તારામાં વેદાશે.–માટે જગતનું કુતૂહલ છોડ ને તારા ચૈતન્યને
દેખવાનું કુતૂહલ કરીને તેનો ઉદ્યમ કર.
(૮૦) સાધકનું ચિત્ત પરભાવમાં ક્યાંય ઠરતું નથી;
ચૈતન્યસ્વભાવમાં જ એનું ચિત્ત ઠરે છે
અરે, આ સંસારમાં ચારે ગતિમાં રખડી રખડીને વિભાવના કેવા દુઃખો છે તે મેં
જોઈ લીધા....હવે આ સ્વભાવભૂત ચૈતન્યસુખ કેવું છે તે પણ જોયું.....તેથી હવે આ
ચૈતન્યસુખ સિવાય બીજા કોઈ પરભાવમાં અમારી પ્રીતિ નથી. જેમ ભક્તામરસ્તોત્રમાં
સ્તુતિકાર કહે છે કે: પ્રભો! મેં પહેલાં અજ્ઞાનદશામાં અનેક કુદેવોને દેખ્યા, પણ એક તને
મેં કદી દેખ્યો ન હતો; હવે આપને દેખતાં ને આપનું સ્વરૂપ જાણતાં, બીજા કોઈ
કુદેવાદિમાં અમારું હૃદય ઠરતું નથી, આપના સિવાય બીજે ક્્યાંય પ્રેમ થતો નથી;
કુદેવાદિને દેખ્યા છતાં હૃદય તો આપના પ્રત્યે જ ઝૂકે છે; તેમ અહીં સાધક કહે છે કે હે
નાથ! સંસારના વ્યવહારના સઘળા પરભાવોને મેં જાણી લીધા, પણ એક
ચિદાનંદસ્વભાવને અત્યાર સુધી નહોતો જાણ્યો; હવે એ ચિદાનંદસ્વભાવને જાણતાં
બીજા કોઈ પરભાવોમાં અમારું ચિત્ત ઠરતું નથી, ચૈતન્યસ્વભાવ સિવાય બીજા કોઈનો
પ્રેમ થતો નથી. પરભાવને જાણવા છતાં અમારું હૃદય તો સ્વભાવ પ્રત્યે જ ઝૂકે છે.
પરભાવની પ્રીતિને હવે અમારા આત્મામાં સ્થાન નથી.
(૮૧)
આત્મામાં જ્ઞાનાદિ જે અનંતગુણો છે. તેઓ પોતાના નિર્મળભાવમાં તદ્રૂપપણે
પરિણમે છે, ને પર ભાવો સાથે અતદ્રૂપપણે પરિણમે છે, આવું અનેકાન્તપણું આત્માની
સર્વ શક્તિઓમાં પ્રકાશે છે.
આત્મામાં અનંતશક્તિઓ છે.
ને એકેક શક્તિમાં પોતપોતાની પર્યાયરૂપ પૂરું શુદ્ધ કાર્ય કરવાની તાકાત છે.
અને એકેક પર્યાય પરિપૂર્ણ સામર્થ્યથી ભરપૂર છે.
આમ દ્રવ્ય–ગુણ–પર્યાયના સામર્થ્યની ભરેલો ચૈતન્યકલશ છે.
આવો દુર્લભ અવસર પામીને પણ હે જીવ! જો તેં તારા
સ્વજ્ઞેયને ન જાણ્યું ને સ્વાશ્રયે મોક્ષમાર્ગ ન સાધ્યો તો તારું
જીવન વ્યર્થ છે. આ અવસર ચાલ્યો જશે તો તું
પસ્તાઈશ.....માટે જાગ....ને સ્વહિત સાધવામાં તત્પર થા.