: વૈશાખ : આત્મધર્મ : ૬૩ :
વિ...વિ...ધ વ...ચ...ના...મૃ...ત
(આત્મધર્મનો ચાલુ વિભાગ લેખાંક: ૮)
વિવિધ વચનામૃતનો આ વિભાગ પ્રવચનોમાંથી,
શાસ્ત્રોમાંથી તેમ જ રાત્રિચર્ચા વગેરે પ્રસંગો ઉપરથી
તૈયારી કરવામાં આવે છે.
(૧૩૧) ભેદજ્ઞાન
જ્યાં સુધી કષાય અને જ્ઞાનની એકતાની ગાંઠને ભેદજ્ઞાનવડે જીવ ભેદે નહિ
ત્યાંસુધી તેન મોક્ષમાર્ગનો કાંઈ લાભ થાય નહિ. મોક્ષમાર્ગનો લાભ ભેદજ્ઞાનથી જ થાય
છે. ‘भेदविज्ञानतः सिद्धाः सिद्ध से किलकेचन’
(૧૩૨) શાસ્ત્રનું તાત્પર્ય
વીતરાગી શાસ્ત્રનું તાત્પર્ય હંમેશા એવું જ હોય કે જેનાથી આત્માને લાભ થાય
ને વીતરાગતા વધે.
(૧૩૩) શાસ્ત્રનું રહસ્ય સ્વાનુભૂતિમાં છે
સ્વાનુભૂતિરૂપ આત્મજ્ઞાન પાસે શાસ્ત્રજ્ઞાન પણ સ્થૂળ છે. હજારો વર્ષના
શાસ્ત્રજ્ઞાન કરતાં એક ક્ષણનું અનુભવજ્ઞાન વધી જાય છે. શાસ્ત્રો પણ આવા
અનુભવનો જ ઉપદેશ આપે છે. સ્વાનુભવ વિના શાસ્ત્રનું ખરું રહસ્ય જણાય નહિ. સર્વે
શાસ્ત્રોનું રહસ્ય સ્વાનુભૂતિમાં સમાય છે. સ્વાનુભૂતિ વગરનું જ્ઞાન મોક્ષમાર્ગમાં આવી
શકે નહિ. સ્વાનુભૂતિ વડે જ મોક્ષમાર્ગ શરૂ થાય છે.
(૧૩૪) મોક્ષમાર્ગના અભિનન્દન
હે જીવ! સન્તો તને તારા સ્વભાવની પૂર્ણતા ને સ્વાધીનતા બતાવે છે. એકવાર
તારી સ્વાધીનતાને જો તો ખરો. તને તારા સ્વાધીનપરિણમનની વાત બેસે તો શાબાસી
એટલે કે જો આવી સ્વાધીનપરિણમનની વાત બેસી તો તારું પરિણમન અંર્તલક્ષ તરફ
વળ્યું ને સ્વાશ્રયે અપૂર્વ સમ્યક્દશારૂપ મોક્ષમાર્ગ પ્રગટ્યો,–માટે તને શાબાસી! જેમ
પરીક્ષામાં પાસ થાય તેના અભિનંદન આપે છે ને! તેમ અહીં ધર્માત્માને મોક્ષમાર્ગના
અભિનંદન આપ્યા છે.
(૧૩પ) સ્વાધીન મોક્ષમાર્ગ
(ઉપાદાન નિજશક્તિ હૈ)
હે જીવ! તારું ઉપાદાન તારી નિજશક્તિથી ભરેલું છે. ઉપાદાનની આવી
સ્વતંત્રતા જાણીને સ્વાશ્રયે તારા સ્વકાર્યને સાધ, મોક્ષમાર્ગને સાધ. તારો મોક્ષમાર્ગ
સાધવામાં