Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 75 of 89

background image
: ૬૪ : આત્મધર્મ : વૈશાખ :
તારે જગતમાં કોઈની ઓશીયાળ કરવી પડે એવું નથી. તારા આત્માના આશ્રયે જ તારો
મોક્ષમાર્ગ છે. તું એકલો–એકલો તારામાં ને તારામાં તારો મોક્ષમાર્ગ સાધી શકે છે. વાહ,
કેવી સ્વતંત્ર વસ્તુસ્થિતિ! બીજાની મદદ લેવા જઈશ તો તું તારા સ્વાધીન મોક્ષમાર્ગને
સાધી શકશે નહિ. મોક્ષમાર્ગ પરાધીન નથી, મોક્ષમાર્ગ પરથી અત્યંત નિરપેક્ષ છે.
(૧૩૬) સાધકની વ્યવસ્થિત મતિ (માર્ગનો દ્રઢ નિર્ણય)
બધાય તીર્થંકર ભગવંતોએ અનુભવેલો ને દર્શાવેલો મોક્ષમાર્ગ કેવો છે તેનો દ્રઢ
નિર્ણય કરીને, અને પોતે તેવા મોક્ષમાર્ગરૂપ પરિણમીને પ્રવચનસારમાં આચાર્યદેવ કહે છે
કે મારી મતિ વ્યવસ્થિત થઈ છે. મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે, કૃત્ય કરાય છે. માર્ગના
નિર્ણયમાં જેની ભૂલ છે, વસ્તુસ્વરૂપમાં જેની ભૂલ છે. જેણે માર્ગ અવધારિત કર્યો નથી
તેની મતિ વ્યવસ્થિત નથી એટલે સમ્યક્ નથી, પણ તેની મતિ ડામાડોળ છે એટલે કે
મિથ્યા છે. માર્ગનો નિર્ણય કરીને મતિને દ્રઢ વ્યવસ્થિત કર્યા વગર માર્ગ સાધી શકાય નહિ.
(૧૩૭) મુંઝવણ ટાળવાનો માર્ગ
હું જ્ઞાન છું એમ જ્ઞાનનો વિશ્વાસ કરે તો બધી મુંઝવણ ટળે. કેમકે જ્ઞાનમાં
મુંઝવણ નથી, જ્ઞાનમાં પ્રતિકૂળતા નથી. જ્ઞાન તો આનંદરૂપ ને સમાધાનરૂપ છે. સર્વ
દુઃખોની પરમ ઔષધિ એટલે ‘જ્ઞાન તેથી કહ્યું છે કે–
જ્ઞાન સમાન ન આન જગતમેં સુખકો કારન,
યહ પરમામૃત જન્મ–જરા–મૃતુ રોગ મિટાવન.
ભવરોગને પણ મટાડવાની જેની તાકાત છે તે જ્ઞાન વળી બીજી કઈ મુંઝવણ રહેવા દેશે?
(૧૩૮) આત્માનો સ્વભાવ
જુઓ, ભાઈ આત્માનો સ્વભાવ એવો અપૂર્વ છે કે જેની આરાધનાથી સંસારનો
પાર પમાય ને મોક્ષસુખ પ્રાપ્ત થાય. જે સ્વભાવની સામે નજર કરતાં પણ આનંદ થાય,–
એવો આનંદ થાય કે વિશ્વના બીજા કોઈ પદાર્થમાં ન હોય; જે સ્વભાવનો મહિમા યાદ
કરતાં પણ જગતમાં દુઃખો દૂર થાય....આવા સ્વભાવનો ધારક આત્મા પોતે જ છે.
(૧૩૯) સર્વોત્કૃષ્ટ
* જગતમાં સર્વોત્કૃષ્ટ શું?–કે આત્માનો સ્વભાવ.
* જગતમાં સર્વોત્કૃષ્ટ કામ શું?–કે સ્વભાવની આરાધના.
* સ્વભાવની આરાધના એ જ મુમુક્ષુ જીવનું કામ.
* સર્વે શાસ્ત્રોનો સાર શું?–સ્વભાવની આરાધના કરવી તે.
(૧૪૦) ધર્મી જીવ
ધર્મી જીવ અંતરઅનુભવથી પોતાના સ્વભાવને દેખીને પરમ પ્રસન્ન થાય છે. ચૈતન્યના