: વૈશાખ : આત્મધર્મ : ૬પ :
તે નો તું બો ધ પા મ...કે જે ના થી
સ મા ધિ મ ર ણ ની પ્રા પ્તિ થા ય
(ચૈત્ર પાંચમના પ્રવચનમાંથી: રાજકોટ)
જુઓ, શ્રીમદ્ રાજચંદ્રજીની સમાધિનો આજે દિવસ છે. તેમણે ૧૮–૧૯
વર્ષની ઉંમરમાં આ વચન કહ્યું છે કે અરે જીવ! તેનો તું બોધ પામ કે જેનાથી
સમાધિમરણની પ્રાપ્તિ થાય. અજ્ઞાનમાં અસમાધિભાવે અનંતવાર મરણ કર્યા, અનંત
દેહ છોડયા, પણ ચૈતન્યના ભાનપૂર્વક એકવાર સમાધિભાવે દેહ છોડે....તો ફરીને
દેહ જ ન રહે.
લઘુવયથી અદ્ભુત થયો....તત્ત્વજ્ઞાનનો બોધ,
એ જ સૂચવે એમ કે ગતિ–આગતિ કા શોધ?
નાનપણથી જ તત્ત્વના ઘણા સંસ્કાર હતા પૂર્વ ભવે આત્માએ ક્્યાંય સારો
સત્સમાગમ સેવ્યો હતો ને ભવિષ્યમાં પણ આત્માના આનંદના વેદન સહિત જ જ્યાં
જશું ત્યાં જશું, ચૈતન્યનું ભાન હવે ભૂલાશે નહિ પરના લક્ષે તો જીવો દેહ છોડે જ છે,
પણ સ્વના ધ્યાને જ્ઞાની સમાધિમરણે દેહ છોડે છે, તે અપૂર્વ છે. એકવાર એવા ભાવે દેહ
છોડે તેને ફરી જન્મમરણ રહે નહિ.
શ્રીમદ્રાજચંદ્રજીનો દેહ આ ચૈત્ર વદ પાંચમે (૬૪ વર્ષ પહેલાં) રાજકોટમાં
સમાધિમરણપૂર્વક છૂટયો હતો; તેઓ કહે છે કે અરે જીવ! એકવાર નિજ સ્વરૂપનો બોધ
તો કર...
જગતને મરણ તણી બીક છે રે....
જ્ઞાનીને તો આનંદની લહેર જો....
ભવ જેનામાં નથી, વિકાર જેનામાં નથી એવા ભગવાન, આત્માના ભાનપૂર્વક
સમાધિભાવે એકવાર દેહ છૂટયો તેને અનંતકાળના અસમાધિમરણનો અંત આવી જાય છે.
પોતાને આત્માના અનુભવ સહિત ભવઅંતના ભણકાર આવી ગયા હતા. તેથી કહે છે કે–