: ૬૬ : આત્મધર્મ : વૈશાખ :
એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,
ગજા વગરને હાલ મનોરથરૂપ જો.
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો...અપૂર્વ
૦
જુઓ, આત્માનું ભાન તો થયું છે પણ હજી પરમાત્મદશા આ દેહે પ્રાપ્ત થઈ
નથી. છતાં સ્વાનુભવના જોરે અલ્પકાળમાં પરમાત્મપદની પ્રાપ્તિના કોલકરાર કરીને
જાય છે. આ દેહ છોડયો, હવે ફરીને આવો દેહ નહિ મળે.
આત્માની તો જાત ફરી જશે, ને ફરીને આ પ્રકારનો દેહ પણ નહિ મળે ફરીને
એકાદ ભવ હશે ને શરીર મળશે તો તે આરાધકભાવ સહિત જુદી જાતનું હશે, આત્માની
દશા તો અપૂર્વ થઈ ત્યાં દેહમાં પણ અપૂર્વતા થઈ જાય છે, કેમકે આરાધકભાવ
સહિતના પુણ્યનું નિમિત્ત પૂર્વે કદી નહોતું; ચૈતન્યના ભાનપૂર્વક તેની આરાધનામાં
રમતાં રમતાં જેણે દેહ છોડયો તેના અનંતકાળના અસમાધિમરણ છૂટી ગયા, ને
અનુભવની ખુમારી એના ચિત્તને બીજે
ક્યાંય લાગવા દેતી નથી. સ્વાનુભવના
શાંતરસથી તે તૃપ્તતૃપ્ત છે. ચૈતન્યના
આનંદની મસ્તીમાં એવા મસ્ત છે કે હવે
બીજું કાંઈ કરવાનું રહ્યું નથી.
હું જ જ્ઞાન–દર્શન–ચારિત્ર છું, હું જ મોક્ષ
છું, હું જ સુખ છું, મારો સ્વભાવ વૃદ્ધિગત
જ છે, પરભાવનો મારામાં પ્રવેશ નથી. હું
મારા ચૈતન્ય વિલાસ–સ્વરૂપ છું ચૈતન્યમાં
બીજા કોઈની ચિન્તા નથી.–આમ ધર્મી
જીવ પરથી ભિન્ન પોતાના એકત્વસ્વરૂપને
ચિંતવે છે. એકત્વ ચૈતન્યના ચિંતનમાં
પરમ સુખ છે.