: વૈશાખ : આત્મધર્મ : ૬૭ :
શ્રી ગુરુ ઢંઢોળે છે–
હવે તો જાગો......
जगवासी जीवनसों गुरु कहे,
तुमैं यहां सोवत अनंतकाल बीते हैं।
जागो ह्वै सचेत समता समेत सुनो,
केवल–वचन जातें अक्ष–रस जीते हैं।।
आवो मेरे निकट बताउं मैं तुम्हारो गुन,
परम सुरस–भरे करमसों रीते हैं।
ऐसे बैन कहे गुरु तोउ ते न धरे उर,
मित्तकैसे पुत्त किधों चित्रकेसे चीते हैं।।१२।।
[समयसारनाटक]
શ્રી ગુરુ જગવાસી જીવોને ઉપદેશ કરે છે કે: તમને આ સંસારમાં મોહનિદ્રા લેતાં
લેતાં અનંતકાળ ચાલ્યો ગયો; હવે તો જાગો ને સાવધાન તથા શાન્તચિત થઈને
ભગવાનની વાણી સાંભળો....કે જેનાથી ઈન્દ્રિયવિષયોને જીતી શકાય છે.
શ્રી ગુરુ ફરી ફરીને પ્રેમથી કહે છે:) આવો, મારી સમીપ આવો; હું તમને
કર્મકલંકથી રહિત પરમ આનંદમય તમારા આત્માના ગુણો બતાવું. શ્રી ગુરુ આવા
વચન કહે છે તોપણ સંસારી મોહીજીવ કાંઈ ધ્યાન દેતો નથી,–તે કેવો છે?–જાણે કે
માટીનું ઢીગલું હોય, અથવા ચિત્રમાં ચીતરેલો મનુષ્ય હોય! ચેતનવંતો હોય તે તો
સર્વ સુખસમ્પત્તિનો નિધાન એવો હું,–
મારા સ્વરૂપને દેખી દેખીને જોકે પરમ તૃપ્તિ
અનુભવાય છે...તોપણ એ અનુભવની કદી
તૃપ્તિ થતી નથી,–એમાંથી બહાર નીકળવાની
વૃત્તિ થતી નથી.