: ૧૮: આત્મધર્મ :જેઠ:
જુઓ, આ અનિત્યભાવના! માતાની ગોદમાં આવ્યા પહેલાં તો શરીર
અનિત્યતાની ગોદમાં આવી ગયું છે, પુત્રને માતાએ દેખ્યા પહેલાં જ એનું આયુષ્ય
ઘટવા માંડયું છે.–આવી દેહની અનિત્યતા છે. લક્ષ્મીનો સંયોગ વીજળીના ઝબકારા જેવો
ક્ષણભંગુર છે, પ્રભુતા એટલે પુણ્યના ઠાઠ, તે પતંગના કાચા રંગ જેવા ક્ષણિક છે,
આયુષ્ય તે પાણીના તરંગ જેવું અત્યંત ચંચળ છે, ને કામભોગ તે ઈન્દ્રધનુષ જેવા
ક્ષણભંગુર છે; અરે, આવા ક્ષણભંગુર વિષયભોગોમાં શું રાચવું?–આમ સંસારની
અનિત્યતા વિચારી, રાગ તોડી ભગવાન નિજસ્વરૂપમાં લીન થવા તૈયાર થયા.
ત્યારે લોકાંતિક દેવો આવીને અનુમોદનાથી કહે છે કે: પ્રભો! આપે વૈરાગ્ય
પામીને દીક્ષાનો વિચાર કર્યો–એ બહુ સારૂં કર્યું. પ્રભો! આપના વિચાર બહુ સારા છે.
આપની ભાવના ઉત્તમ છે. પ્રભો! અહીંથી મનુષ્યભવ પામીને અમે પણ આવી
મુનિદશાને જ ઝંખી રહ્યા છીએ. ધન્ય આપનો અવતાર! આપ કેવળજ્ઞાન પામશો ને
આપની વાણી જગતના ઘણા જીવોને આત્મહિતનું કારણ થશે. ધન્ય આપનો અવતાર,
ને ધન્ય આ મુનિદશા!
ભગવાન તો મુનિ થવા વનમાં ચાલ્યા; અયોધ્યાના નગરજનો આશ્ચર્યથી
નીહાળી રહ્યા. અસંખ્યવર્ષોથી આ ભરતક્ષેત્રમાં મુનિદશા ન હતી, આજે દીક્ષા લઈને
ઋષભદેવ ભગવાને ભરતક્ષેત્રમાં મુનિમાર્ગ ખુલ્લો કર્યો. ભગવાન તો ચિંતવે છે કે:–
અનંતકાળનો આ રાગ છોડીને હવે અમે અમારા સ્વરૂપમાં રહેવા માંગીએ
છીએ. અસ્થિરતાનો આ રાગ અમારા કારણે હતો તેથી અમે સંસારમાં રહ્યા હતા, હવે
એ રાગ તોડીને અમે અમારા આનંદસ્વરૂપમાં જઈએ છીએ. રાગમાં દુઃખનો અનુભવ
હતો તે છોડીને અમે અનંતસુખના ધામ સેવા નિજસ્વરૂપમાં ઠરીએ છીએ.
અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા
અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા;
ઉઘાડ ન્યાયનેત્રને નીહાળ રે નીહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
અરે, અનંત સુખનું ધામ એવો આ આત્મા છે. તેમાં ઠર્યે જ સુખ છે, એ સિવાય
પરભાવમાં ક્્યાંય સુખ નથી. માટે એ પરભાવની પ્રવૃત્તિ છોડ રે છોડ! ને
નિજસ્વરૂપમાં ઠર ભગવાને તો આજે સાક્ષાત્ નિવૃત્ત લઈને મુનિદશા પ્રગટ કરી.
મુનિપણાના આનંદની લહેરમાં ભગવાન ઝૂલતા હતા, તેમાં જરાય દુઃખ ન હતું. છઠ્ઠા ને
સાતમા ગુણસ્થાને વારંવાર નિર્વિકલ્પ અતીન્દ્રિય આનંદને ભગવાન અનુભવતા હતા.
તીર્થંકરોને દીક્ષા પહેલાં જાતિસ્મરણ જ્ઞાન થતાં વૈરાગ્યની ધારા એકદમ વધી
જાય છે, ને વૈરાગ્યની ધૂનમાં એવા મસ્ત થાય છે કે દીક્ષા લેવાથી કોને આઘાત થાય છે
તે જોવા રોકાતા નથી. અરે, અમે કોઈના કારણે સંસારમાં રહ્યા ન હતા; હવે અમે રાગ
તોડીને અમારા સ્વરૂપમાં ઠરવા તૈયાર થયા, તેમાં અમને કોઈ રોકી શકે