Atmadharma magazine - Ank 260
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 51

background image
: જેઠ : આત્મધર્મ : ૨૧ :
સર્વજ્ઞનો સન્દેશ
રાજકોટ શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે
ભગવાનશ્રી આદિનાથ પ્રભુના કેવળજ્ઞાનકલ્યાણક બાદ,
દિવ્યધ્વનિમાં ભગવાને શું કહ્યું તેના સારરૂપે પૂ. ગુરુદેવનું પ્રવચન.
(વૈ. સુદ ૧૧)
ભગવાન ઋષભદેવ પરમાત્માને આજ કેવળજ્ઞાન થયું; ઈન્દ્રોએ સમવસરણની
રચના કરી; તે સમવસરણમાં “ એવા દિવ્યધ્વનિદ્વારા ભગવાને ઉપદેશ આપ્યો. સહજ,
ઈચ્છા વિના ભગવાનની દિવ્યવાણી નીકળી, તે વાણીમાં ભગવાને શું કહ્યું?
આ જીવ નામનો પદાર્થ દેહથી અત્યંત જુદો છે; તેનું શુદ્ધસ્વરૂપ વિકલ્પ વગરનું
છે. ‘આત્મા શુદ્ધ છે’ એવા વિકલ્પથી પણ શુદ્ધતત્ત્વ અનુભવમાં આવતું નથી, માટે એવા
વિકલ્પોથી પણ બસ થાઓ.
એક દેખિયે જાણીએ,
રમી રહીએ ઈક ઠોર,
સમલ–વિમલ ન વિચારીએ,
યહી સિદ્ધિ, નહિ ઔર.
જુઓ, આ ભગવાને કહેલો મોક્ષમાર્ગ. વિકલ્પવડે આ માર્ગ સધાતો નથી.
મહા આનંદનું ધામ ચૈતન્યસત્તા અંતરમાં છે. તેમાં લીન થઈને ભગવાને
કેવળજ્ઞાન સાધ્યું. આવા આનંદધામ આત્માને ઓળખીને તેને એકને જ અનુભવવામાં
લીન રહેવું ને બીજા ભેદના વિકલ્પ ન ઉઠવા–તે જ સિદ્ધિ છે, અથવા તે જ ભગવાને
કહેલો મોક્ષમાર્ગ છે.
જડથી ભિન્ન વસ્તુ આત્મા, તે જડના કાર્યમાં શું કરે? જડમાં તો આત્માનું કાંઈ
કર્તૃત્વ છે જ નહિ. ને પોતાની અવસ્થા પણ બીજાથી થતી નથી.–આવી સ્વતંત્રતા ભગવાને
બતાવી. સ્વતંત્ર વસ્તુ પોતાના અનંત ગુણોથી પરિપૂર્ણ છે. આવી વસ્તુ વિકારને ગમ્ય
નથી. ભેદના વિકલ્પથી પણ અગમ્ય એવો આત્મા છે તે સ્વાનુભવગમ્ય છે.
ભાઈ, તારી સત્ વસ્તુ અંતરમાં જેવી છે તેવી તેં કદી લક્ષમાં લીધી નથી. એ
ચૈતન્ય– વસ્તુના વેદનમાં સાક્ષાત્ અમૃત છે. રાગ તો આકુળતા ને દુઃખ છે. પોતામાં ભેદ
પાડીને દ્રવ્ય–ગુણ–પર્યાય વગેરેના વિચારમાં રોકાય તેમાં પણ રાગ છે, આકુળતા છે, ને
દુઃખ છે, ત્યાં પરની ચિંતાની વાત તો ક્્યાં રહી? ભેદના વિચારથી પાર થઈને દ્રવ્ય–ગુણ–
પર્યાયથી અભેદ વસ્તુને સાક્ષાત્ અનુભવતાં વિકલ્પ મટી જાય છે ને નિર્વિકલ્પ
અનુભવરસ અનુભવાય છે. આવા સત્ના મંત્રો ભગવાને દિવ્યધ્વનિમાં કહ્યાં છે. આવી
વાણી સાંભળતાં અનેક જીવો તેનું રહસ્ય સમજીને આત્માનો અનુભવ પામ્યા. ચાર
તીર્થોની સ્થાપના થઈ; ને મોક્ષગતિનો ભરતક્ષેત્રમાં અસંખ્ય વર્ષ બાદ પ્રારંભ થયો.