Atmadharma magazine - Ank 260
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 51

background image
: ૨૨: આત્મધર્મ :જેઠ:
ભગવાન કહે છે કે, સ્વભાવનો અનુભવશીલી જીવ પરમ સુખી છે. પ્રચુર
સ્વસંવેદન– રૂપ આત્મવૈભવ મુનિઓને પ્રગટ્યો છે. સ્વસંવેદનમાં પ્રચુર આનંદના
ઊછાળા ઊછળે છે. અહાહા, ધન્ય અવતાર! એના આનંદનો પાર નથી; એ તો જાણે
પરમાત્મા, ને ચાલતા સિદ્ધ! મુનિદશાના પરમ આનંદની અજ્ઞાનીને ગંધ પણ નથી,
આત્માના અનુભવ વગરનો અજ્ઞાની વિકલ્પના ભારથી એકલો દુઃખી છે. આત્માનો
અનુભવ કરવો તે ભગવાનની દિવ્યવાણીનો ઉપદેશ છે. ભગવાન આત્મા
અનુભવપ્રત્યક્ષ છે, તેને વિકલ્પ વગરનું ભાવશ્રુત પ્રત્યક્ષ અનુભવે છે. વિકલ્પાત્મક
જ્ઞાનવડે તે અનુભવમાં આવતો નથી.
જ્યાં સમ્યગ્દર્શન થયું ને સ્વાનુભવ થયો ત્યાં મોક્ષ તરફ પરિણમન ઢળ્‌યું એટલે
તે મુક્ત જ થાય છે એમ કહ્યું છે: ‘शुद्धस्वरूप लक्षण सम्यक्त्वगुणके प्रगट होने पर
मुक्त होता है,–ऐसा द्रव्यका परिणाम है’–શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતાં જીવવસ્તુ
સદાય મુક્તસ્વરૂપ છે એમ અનુભવમાં આવે છે. આવી શુદ્ધવસ્તુને જાણવી અનુભવવી
તે ભગવાનનો ઉપદેશ છે. મુક્તિના પાયાની પહેલી શિલા તો સમ્યગ્દર્શન છે;
સમ્યગ્દર્શનરૂપી મંગલસ્તંભ આત્મામાં રાપ્યો તેણે મોક્ષ માટેની તૈયારી કરી. અહો,
સમ્યગ્દર્શનના એક ક્ષણના આનંદ પાસે જગતના વૈભવ બધા તૂચ્છ છે, સમ્યગ્દર્શન થતાં
આત્મામાં મોક્ષનાં નગારાં વાગ્યા.
ઘણો ધીરો થા.....ધીરો થઈને અંતરમાં જો.....તો તારા આત્મામાં શાંતરસનો
સમુદ્ર ભર્યો છે; એ શાંતરસના સમુદ્રમાં ઉદયભાવ રૂપ મેલ નથી; વિકલ્પની આકુળતા
તેમાં નથી. આવો પરમ ગંભીર જ્ઞાનસમુદ્ર તેનો અનુભવ વિકલ્પવાળા જ્ઞાનવડે થતો
નથી પણ અનુભવજ્ઞાન વડે જ થાય છે. અનુભવજ્ઞાન પણ છે તો શ્રુતજ્ઞાન; પણ જે
શ્રુતજ્ઞાન વિકલ્પના વિચારમાં અટકે છે તેમાં તો આકુળતા છે, તેમાં આત્માની શાંતિનો
અનુભવ થતો નથી. જ્ઞાન વિકલ્પથી ખસીને આત્મસ્વભાવ તરફ ઢળે એવા
આત્મજ્ઞાનવડે નિર્વિકલ્પ આનંદમય આત્માનો સાક્ષાત્ અનુભવ થાય છે. જે શ્રુતમાં
આત્માનો અનુભવ નથી તેને વિકલ્પરૂપ દ્રવ્યશ્રુતમાં જ ગણ્યું છે. વિકલ્પ વગરનું જે
જ્ઞાન છે તે આત્માને પ્રત્યક્ષ અનુભવે છે, ને તે જ્ઞાનને જ ખરેખર જ્ઞાન કહેવાય છે.
આવું જ્ઞાન ઈન્દ્રિયોથી પાર, રાગથી પાર, તેના વડે શુદ્ધઆત્માની અનુભૂતિ પ્રગટ કરવી
તે ભગવાનનો માર્ગ છે.
ભગવાનનો માર્ગ સોંઘો પણ છે ને મોંઘો પણ છે; સ્વાનુભવદ્વારા સોંઘો છે. ને
વિકલ્પદ્વારા પ્રાપ્ત ન થાય એવો મોંઘો છે. આત્મા નિજસ્વરૂપમાં આવતાં વિકલ્પો
શમાઈ જાય છે. આવો અનુભવ ચોથા ગુણસ્થાને ચારે ગતિના જીવો પામી શકે છે.
ભગવાનનો ઉપદેશ સાંભળતાં અંતરમાં ઉતરીને અનેક જીવો આવા ધર્મને પામ્યા ને
ધર્મવૃદ્ધિ થઈ.