: જેઠ: આત્મધર્મ :૨૩:
આત્માના સહજ સ્વભાવમાં વિકારનું કર્તૃત્વ માનીને
અ જ્ઞા ની બ લા ત્કા ર કરે છે
હે જીવ! તું મોટો પરમાત્મા; તારો સ્વભાવ મોટો ને તારી ભૂલ
પણ મોટી; તું જ તારા બળથી તારી ભૂલ તોડ તો તે
તૂટે; ભૂલ મોટી ને તે ભૂલ ભાંગીને સમ્યક્ સ્વભાવનું
ભાન કરતાં તેનો લાભ પણ ઘણો મોટો છે.
આત્માનો સ્વભાવ ગંભીર છે, રાગના વિકલ્પથી જેની ગંભીરતાનો પાર ન
પમાય, સ્વાનુભવથી જ જેનો પાર પમાય એવો ગંભીર આત્મસ્વભાવ છે. પણ આવા
સ્વભાવને ભૂલેલો અજ્ઞાની બલાત્કારથી રાગાદિ પરભાવોનો કર્તા થાય છે.
‘બલાત્કારથી કર્તા થાય છે એટલે શું? કે પોતાના સહજ સ્વભાવમાં તો રાગાદિનું કર્તૃત્વ
નથી, છતાં અજ્ઞાનથી બલાત્કાર વડે શુભાશુભભાવોનું કર્તૃત્વ આત્માના સ્વભાવમાં
માને છે. સહજ સ્વભાવમાં જે વસ્તુ નથી તેનું કર્તાપણું બલાત્કારથી અજ્ઞાની ઊભું કરે
છે.
અરે જીવ! તારા સહજ સ્વરૂપમાં શું રાગાદિ પરભાવો છે? ના, તારો સહજ
સ્વભાવ તો ચૈતન્યસૂર્ય છે. તેમાં રાગાદિનું કર્તૃત્વ જરાપણ નથી. જ્ઞાનદ્વારા એનું વેદન
કરતાં સહજ અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે. ‘રાગ મારું કાર્ય ને હું જ્ઞાનસ્વરૂપ
આત્મા તે રાગનો કર્તા એવી એકત્વબુદ્ધિરૂપ કર્તૃત્વ વડે આત્માના સહજ આનંદનું વેદન
લૂંટાય છે, એટલે તે કર્તૃત્વબુદ્ધિથી આત્મા ઉપર બલાત્કાર થાય છે; એના સ્વભાવમાં જે
નથી તે પરાણે (અજ્ઞાનથી) તેમાં ઘૂસાડવું–તે બલાત્કાર છે, તેમાં આકુળતા છે, દુઃખ છે,
સંસાર છે.
આત્મા પરથી અત્યંત છૂટો, કર્તૃત્વની ઉપાધિ વગરનો છે, છતાં અજ્ઞાની તેના
ઉપર પરાણે પરાણે પરના કર્તૃત્વનો આરોપ નાંખે છે. અરે, પરથી તદ્ન જુદો, સહજ
સ્વભાવ, તેમાં વળી જ્ઞાન સિવાય બીજા શેનું કર્તૃત્વ હોય? જ્ઞાનકાર્યમાં ભેગું વિકારનું
કાર્ય ક્યાંથી આવી ગયું? ને પરનું કાર્ય તેનામાં કેવું? ભાઈ, તારા આત્માને આવી
કર્તૃત્વબુદ્ધિથી છોડાવ, ને શુદ્ધજ્ઞાનની ભાવના કર. હું તો શુદ્ધજ્ઞાન છું, મારા શુદ્ધજ્ઞાનમાં
વિકાર સાથે તન્મયતા નથી ને પર સાથે સંબંધ નથી;–આવા આત્માને જ્યાંસુધી જીવ
નથી જાણતો ત્યાંસુધી ઊંધાઈથી વિકારના કર્તૃત્વપણે પરિણમતો થકો અજ્ઞાની રખડે છે;
પોતે જ પોતાના આત્મા ઉપર બલાત્કાર કરીને પોતાને દુઃખી કરી રહ્યો છે.
અરે પ્રભો! તું ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મા.....અને.....વિકારના કર્તૃત્વમાં રોકાઈ