Atmadharma magazine - Ank 261
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 37

background image
: અષાડ : આત્મધર્મ : ૧૭ :
અધ્યાત્મતત્ત્વની વાત સમજવા આવનાર જિજ્ઞાસુને વૈરાગ્ય અને કષાયની
મંદતા તો હોય જ. જેને કષાયની મંદતા અને વૈરાગ્ય હોય તેને જ આત્મસ્વરૂપ
સમજવાની જિજ્ઞાસા જાગે. મંદ કષાયની વાતો તો બધાય કરે છે, પણ જે સર્વ
કષાયથી રહિત છે એવું પોતાના આત્મતત્ત્વનું સ્વરૂપ તે સમજીને જન્મ–મરણના
સમજવાના ટાણાં આવ્યાં, દેહ ક્્યારે છૂટશે એનો કોઈ ભરોસો નથી, એવા કાળે જો
કષાયને મૂકીને આત્મસ્વરૂપ નહિ સમજે તો ક્્યારે સમજશે? પુરુષાર્થસિદ્ધિઉપાયમાં
તો કહ્યું છે કે જિજ્ઞાસુ જીવને પહેલાં સમ્યગ્દર્શનપૂર્વક મુનિપણાનો ઉપદેશ આપવો;
અહીં તો હજી પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ કરવાની વાત છે. ભાઈ, માનવજીવનની
દેહસ્થિતિ પૂરી થતાં જો તું સ્વભાવની રુચિ અને પરિણતિ સાથે ન લઈ જા તો તેં
તારા જીવનમાં કાંઈ આત્મકાર્ય કર્યું નથી. દેહ છોડીને જતાં જીવની સાથે શું
આવશે? જો જીવનમાં તત્ત્વ સમજવાની દરકાર કરી હશે તો મમતારહિત સ્વરૂપની
રુચિ અને પરિણતિ સાથે લઈ જશે; અને જો તે દરકાર નહિ કરી હોય તથા પરનાં
મમત્વ કરવામાં જ જીવન કાઢયું હશે તો તેને માત્ર મમતાભાવની આકુળતા સિવાય
બીજું કાંઈ સાથેજવાનું નથી. કોઈપણ જીવને પર વસ્તુઓ સાથે જતી નથી, માત્ર
પોતાનો ભાવ જ સાથે લઈ જાય છે.
માટે અહીં આચાર્યદેવ કહે છે કે ચેતનાવડે આત્માનું ગ્રહણ કરવું. જેણે ચેતનાવડે
આત્માનું ગ્રહણ કર્યું છે તે સદા આત્મામાં જ છે. જેણે ચેતનાવડે શુદ્ધ આત્માને જાણ્યો છે તે
કદી પર પદાર્થને કે પરભાવોને આત્માના સ્વભાવ તરીકે ગ્રહણ કરતા નથી પણ શુદ્ધાત્માને
જ પોતાપણે જાણીને તેનું જ ગ્રહણ કરે છે, એટલે તે સદાય પોતાના આત્મામાં જ છે. કોઈ
પૂછે કે કુંદકુંદપ્રભુ ક્્યાં છે? તો જ્ઞાની ઉત્તર આપે છે કે ખરેખર કુંદકુંદપ્રભુ સ્વર્ગાદિ
બાહ્યક્ષેત્રોમાં નથી પણ તેમના નિર્મળઆત્મામાં જ છે. જેણે કદી કોઈ પરપદાર્થોને પોતાના
માન્યાં નથી અને એક ચેતનાસ્વભાવને જ સ્વપણે અંગીકાર કર્યો છે. તે ચેતનાસ્વભાવ
સિવાય બીજે ક્યાં જાય! જેણે ચેતનાવડે આત્માનું ગ્રહણ કર્યું છે તે સદા