: ૨૪ : આત્મધર્મ : શ્રાવણ :
વિ...વિ...ધ વ...ચ...ના...મૃ...ત
(આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક ૧૧)
(૧૬૨) તું જિનવર સ્વામી મેરા, મૈં
સેવક હૂં તેરા
જિનવર સ્વામી એ કોના સ્વામી છે?
જે એનો સેવક છે તેના તે સ્વામી છે.
જિનવરદેવનો સેવક કોણ છે?
જે જીવ રાગને સેવે છે તે
વીતરાગજિનદેવનો સેવક નથી; વીતરાગ
જિનદેવનો સેવક તો રાગની સેવા છોડીને
વીતરાગદેવ જેવા પોતાના
ચિદાનંદસ્વભાવને શ્રદ્ધામાં–જ્ઞાનમાં લઈને
સેવે છે. જિનવરદેવનો સાચો સેવક થવા
માટે સ્વાશ્રયે તેમના જેવો ભાવ પ્રગટ
કરવો જોઈએ. આવા સમ્યક્ભાવથી જીવે
પૂર્વે કદી જિનવરદેવને ઉપાસ્યા નથી; તેથી
કહ્યું કે જીવને અનાદિકાળથી સમ્યક્ત્વ
અને જિનવરસ્વામી મળ્યા નથી. એકવાર
પણ આવા સમ્યક્ભાવથી જિનવરદેવને જે
ઉપાસે તેને ભવભ્રમણનો અંત આવી જાય,
ને તે પોતે જિનવર થાય.
(૧૬૩) જ્ઞાનનો રસિયો થા તેનું શરણ લે
હે ભાઈ, આ ભવદુઃખથી છૂટવા તું
જ્ઞાનનો રસિયો થા, ને રાગનો રસ છોડ.
શરણ તો જ્ઞાનમાં છે. જ્ઞાનથી બહાર કોઈ
બીજું તને શરણ નથી. રાગ મને તારશે
એમ માનીશ તો તું વીતરાગનો દાસ નથી.
વીતરાગનો દાસ રાગથી ધર્મ માને નહિ,
રાગનો આદર કરે નહિ, રાગનું શરણ
માને નહિ.
(૧૬૪) ભગવાનનો ભક્ત થવાની
રીત
તું તારા જ્ઞાનસ્વભાવનો સ્વામી થા
તો જિનદેવ તારા સ્વામી થાય. જો તું
રાગનો સ્વામી થઈશ તો જિનદેવ તારા
સ્વામી નહિ થાય, એટલે કે તું જિનદેવનો
ખરો ભક્ત નહિ થઈ શકે. ભગવાન કહે છે
કે મારો ભક્ત રાગનો સ્વામી થાય નહિ,
મારો ભક્ત તો વીતરાગસ્વભાવને જ
આદરે. તારા હૃદયમાં તારે ભગવાનને
બેસાડવા હોય તો રાગને હૃદયમાંથી કાઢી
નાંખ. જેના હૃદયમાં રાગ વસે તેના મલિન
હૃદયમાં ભગવાન વસતા નથી, તે
ભગવાનનો સાચો ભક્ત નથી.
(૧૬પ) તારું સાચું ઘર
રે જીવ! જે ઘરવાસ પાપનું સ્થાન
છે તેને તું તારો વાસ ન જાણ..એ તો
ભવબંધનમાં બાંધવાનો યમનો ફાંસલો છે.
એને તારું ઘર ન જાણ..તારું સ્વઘર
ચૈતન્યધામમાં છે એમ તું જાણ...ને એ
સ્વઘરમાં જઈને રહે. અનુભૂતિ વડે સ્વઘરમાં
પ્રવેશ કર. એ જ તારું સાચું ઘર છે.
(૧૬૬) સ્વભાવની પ્રાપ્તિનું સાધન
ભાઈ, તારા સ્વભાવની પ્રાપ્તિ
માટે તને તારા શ્રુતજ્ઞાનની પર્યાય એ એક
જ સાધન બસ છે, બીજા કોઈ બહારના
સાધનની પરાધીનતા નથી. તારી
શ્રુતપરિણતિને અંતરમાં