: શ્રાવણ : આત્મધર્મ : ૨પ :
વાળતાં તને સ્વાનુભૂતિમાં તારા સ્વભાવની પ્રાપ્તિ થાય છે. આ રીતે તારા સ્વભાવની
પ્રાપ્તિનું સાધન તારાથી અભિન્ન, તારામાં જ છે. શ્રુતપરિણતિને અંતરમાં વાળીને દ્રવ્ય
સાથે એકતા–તન્મયતા કરતાં ક્ષણેક્ષણે–સમયે સમયે નવી નવી અપૂર્વ શાન્તિ ને અપૂર્વ
આનંદ અનુભવમાં આવે છે.
(૧૬૭) પરિણામની વિચિત્રતા
રાવણે સીતાજીનું હરણ કર્યું, લક્ષ્મણ દ્વારા રાવણનો વધ થયો; સીતાજી સ્વર્ગમાં
ર૨ સાગરની સ્થિતિએ ઉપજ્યા, રાવણ ને લક્ષ્મણ નીચેની ત્રીજી પૃથ્વીમાં ૭ સાગરની
સ્થિતિએ ઉપજ્યા; ત્યાંથી નીકળીને તે બંને ભાઈ થશે ને બીજા ૧પ સાગર સુધી અનેક
ભવ કરશે; ૨૨ સાગર પછી સીતાજીનો આત્મા જ્યારે ચક્રવર્તી થશે ત્યારે રાવણ અને
લક્ષ્મણ એ બંને જીવો તેના પુત્રો થશે. કયાં રાવણ ને ક્્યાં સીતા,–એ જ પિતા–પુત્ર
થશે; ક્યાં લક્ષ્મણ ને રાવણ–એકબીજાના પ્રતિસ્પર્ધી, ને ક્યાં બંને એકબીજાના ભાઈ!
પછી રાવણનો આત્મા તો અનુક્રમે કેટલાક ભવે તીર્થંકર થશે ને સીતાનો જીવ તેના
ગણધર થશે. લક્ષ્મણનો જીવ પણ અનુક્રમે પુષ્કરદ્વીપના વિદેહક્ષેત્રમાં તીર્થંકર થશે.
જુઓ, જીવના પરિણામની વિચિત્રતા!
(૧૬૮) આત્માનું અસ્તિત્વ
પ્રશ્ન:– આત્મા છે તો તે આંખથી દેખાતો કેમ નથી?
ઉત્તર:– ભાઈ, આંખથી દેખાય તેનું જ અસ્તિત્વ માનવું–એ સિદ્ધાન્ત બરાબર
નથી. આત્મા વગેરે વસ્તુઓ એવી છે કે જેનું અસ્તિત્વ આંખથી ન દેખાય પણ જ્ઞાનથી
જણાય. આત્માને અતીન્દ્રિય સ્વસન્મુખ જ્ઞાનથી જ અનુભવી શકાય છે. વળી પદાર્થોનું
જે જ્ઞાન થાય છે તે ઉપરથી આત્માનું અસ્તિત્વ નક્કી થાય છે; આત્મા ન હોય તો જ્ઞાન
ક્્યાંથી થાય?
કોઈ શંકા કરે કે ‘આત્મા નથી,’ તો કહે છે કે હે ભાઈ! ‘આત્મા નથી’ એવી
શંકા આત્મા વિના કોણે કરી? એ શંકા કરનાર કોણ છે? એ શંકા કરનાર જે તત્ત્વ છે તે
આત્મા જ છે, શંકા કાંઈ જડ તત્ત્વમાં નથી જાગતી. આત્મા દેહથી ભિન્ન તત્ત્વ છે એટલે
જન્મ–મરણ જેટલો જ તે નથી.
(૧૬૯) ધર્મીનો અનુભવ
આત્મા નિજસ્વરૂપમાં પ્રવેશીને એકાગ્ર થયો ત્યાં રાગ જુદો રહી ગયો,–એનું
નામ ભેદજ્ઞાન; રાગથી ભિન્ન શુદ્ધાત્માનો આવો અનુભવ એકવાર થયો પછી ધર્મીને કદી
રાગમાં એકત્વબુદ્ધિ થતી નથી. રાગ વખતેય રાગથી ભિન્ન શુદ્ધાત્માને જ તે સ્વપણે
અનુભવે છે; રાગને નિજસ્વભાવપણે એકક્ષણ પણ અનુભવતા નથી. ધર્મીનો અનુભવ
તે મોક્ષનો માર્ગ છે.
(અનુસંધાન ૨૩મા પાના ઉપર)