: ૨૬ : આત્મધર્મ : શ્રાવણ :
આત્મા શું છે ને તે શું કરે છે?
(સમયસાર કલશ ૬૨ ઉપરના પ્રવચનમાંથી)
જે વસ્તુનું જે ભાવમાં અસ્તિત્વ હોય તે ભાવમાં
જ તેનું કાર્ય હોય; વસ્તુનું કાર્ય પોતાના નિજભાવથી
બહાર ન હોય. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનભાવમાં તેનું
અસ્તિત્વ છે એટલે જ્ઞાનભાવમાં જ તેનું કાર્ય છે. જ્ઞાનથી
બહાર તેનું કાંઈ કાર્ય નથી. જ્ઞાનભાવમાં જ પોતાની
સત્તા જાણતો ધર્મી જીવ કહે છે કે અમને અમારા
ચૈતન્યનો ઉત્સાહ છે, પરભાવનો ઉત્સાહ નથી. ચૈતન્યનો
પ્રેમ કદી છૂટવાનો નથી ને રાગનો પ્રેમ કદી થવાનો નથી.
કોઈ પરભાવ આવીને અમારા ચૈતન્યના ઉત્સાહનો રંગ
લઈ જાય એમ કદી બનવાનું નથી.–આ રીતે
જ્ઞાનસ્વભાવના કાર્યને કરતો ધર્મી જીવ મોક્ષને સાધે છે.
આ ચૈતન્યતત્ત્વ શું ચીજ છે ને તે શું કાર્ય કરી શકે છે તે વાત અનાદિથી અજ્ઞાની
જીવે જાણી નથી. શાસ્ત્રો કહે કે–
જડભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ;
કોઈ કોઈ પલટે નહિ છોડી આપસ્વભાવ.
આત્મા જડથી ભિન્ન તત્ત્વ છે, તે ત્રણેકાળે જડથી ભિન્ન જ રહે છે. આત્મા
પોતાના ચેતનાભાવને છોડીને કદી જડ ન થાય, ને જડ પદાર્થ તેની જડતાને છોડીને કદી
ચેતન ન થાય. બંને પદાર્થો સદાય ભિન્નભિન્ન પોતાના સ્વભાવમાં જ રહેલાં છે. આવું
ભિન્ન વસ્તુસ્વરૂપનું ભાન કરવું તે ધર્મની પહેલી રીત છે.
ભિન્નપણું સમજે તો પોતે કોણ છે ને પોતાનું કાર્ય શું છે–તે સમજે, અને પરનાં
કાર્યોની કર્તૃત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વ ટળે; પરિણતિ સ્વ તરફ વળે ને સ્વાશ્રયે
નિર્મળપરિણતિ પ્રગટે–એનું નામ ધર્મ છે.
આત્મા શું છે ને તેનું કાર્ય શું છે? તે વાત અહીં આચાર્યદેવ બતાવે છે. આત્મા
સ્વયં જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. પોતે જ્ઞાનસ્વરૂપ છે, તે જ્ઞાનથી ભિન્ન બીજું શું કરે? જ્ઞાન–