Atmadharma magazine - Ank 262
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 37

background image
: ૨૮ : આત્મધર્મ : શ્રાવણ :
પરમ વીતરાગી જૈનધર્મના અનાદિનિધન
પ્રવાહમાં તીર્થંકરો અને સંતોએ આત્મહિતના હેતુભૂત
અધ્યાત્મવાણીનો પ્રવાહ વહેવડાવ્યો છે, તીર્થંકરો અને
સંતોનો એ અધ્યાત્મસન્દેશ ઝીલીને અનેક જીવો પાવન
થાય છે. ગૃહસ્થ–શ્રાવકધર્માત્માઓએ પણ એ
અધ્યાત્મરસના પુનિત પ્રવાહને પોતાની
અધ્યાત્મરસિકતા વડે વહેતો રાખ્યો છે.....એ
અધ્યાત્મરસના પાનથી, સંસારના સંતપ્ત જીવો પરમ
તૃપ્તિ અનુભવે છે.
તીર્થંકરો અને મુનિઓની તો શી વાત!–તેઓનું તો જીવન સ્વાનુભવવડે અધ્યાત્મ–
રસથી ઓતપ્રોત બનેલું છે; તે ઉપરાંત જૈનશાસનમાં અનેક ધર્માત્મા–શ્રાવકો પણ એવા
પાકયા છે કે જેમનું અધ્યાત્મજીવન અને અધ્યાત્મવાણી અનેક જિજ્ઞાસુઓને અધ્યાત્મની
પ્રેરણા જગાડે છે. તેમાંથી અધ્યાત્મરસિક વિદ્વાન શ્રાવકો પં. શ્રી ટોડરમલ્લજી અને પં. શ્રી
બનારસીદાસજી, એ બંનેનો ટૂંક જીવનપરિચય અહીં આપવામાં આવે છે. એ બંનેએ
લખેલી અધ્યાત્મવચનીકા (ચિઠ્ઠિ) ઉપર પૂ. ગુરુદેવે અધ્યાત્મરસભરેલાં પ્રવચનો કર્યાં છે.
જગતના બધા રસો કરતાં અધ્યાત્મરસ એ કેટલો સર્વોત્કૃષ્ટ છે ને તેનો સ્વાદ કેટલો
રસભરપૂર (સ–રસ) છે, તે જિજ્ઞાસુઓને એ પ્રવચનોમાં દેખાશે. તેમાં સમ્યક્ત્વસંબંધી
અને નિર્વિકલ્પ સ્વાનુભવસંબંધી જે આત્મસ્પર્શી ચર્ચાઓ ભરી છે તે સમ્યકત્વપિપાસુ
જીવોને ખરેખર અત્યંત આહલાદકારી છે. સ્વાનુભવના ને સમ્યક્ત્વના કોઈ અદ્ભુત–
અચિંત્ય મહિમાનું ઝરણું ગુરુદેવે એ પ્રવચનોમાં વહેવડાવ્યું છે, ને તેના દ્વારા સ્વાનુભવી
સંતોની પરિણતિનું સાક્ષાત્ દર્શન કરાવ્યું છે.
પં. શ્રી ટોડરમલ્લજીએ સાધર્મીઓ ઉપર જે પત્ર લખ્યો છે તેમાં અધ્યાત્મચર્ચાનો પ્રેમ
તથા સાધર્મી પ્રત્યેનો પ્રેમ દેખાઈ આવે છે. અધ્યાત્મરસિક જીવો તે વખતે પણ બહુ જ થોડા
હતા; જેઓ હતા તેમને પણ એકબીજાનો સંપર્ક ને સમાગમ બહુ જ મુશ્કેલીથી બની શકતો,
કેમકે તે જમાનામાં આજના જેવી વાહનવ્યવહારની સુવિધા ન હતી. ૨૦૦ વર્ષ પહેલાં એ
પત્ર લખાયો ત્યારે ટપાલની પણ સગવડ ન હતી; ખેપિઆ મારફત એકાદ મહિને માંડ
પત્રોત્તર બની શકતો. આવી પરિસ્થિતિમાં લાંબે ગાળે જ્યારે ખેપિયો અધ્યાત્મરસિક
સાધર્મીઓ પત્ર લઈને આવતો હશે ત્યારે તે પત્ર હાથમાં આવતાં જ જિજ્ઞાસુઓ