Atmadharma magazine - Ank 262
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 37

background image
: શ્રાવણ : આત્મધર્મ : ૨૯ :
કેવા આનંદિત થતા હશે! સાધર્મીનો પત્ર પ્રાપ્ત થતાં પંડિતજી લખે છે કે “ભાઈશ્રી,
આવા પ્રશ્ન તમારા જેવા જ લખે. આ વર્તમાનકાળમાં અધ્યાત્મરસના રસિક જીવો બહુ
જ થોડા છે. ધન્ય છે તેમને જેઓ સ્વાનુભવની વાર્તા પણ કરે છે”
અહા, સ્વાનુભવની ચર્ચા કરે તેને પણ ધન્ય કહ્યા, તો જેઓ સ્વાનુભવરૂપે
સાક્ષાત્ પરિણમ્યા છે–સ્વયં અધ્યાત્મરૂપ બન્યા છે–એવા સંતના મહિમાની શી વાત?
અને એવા સંતોનો સાક્ષાત્ સત્સમાગમ તથા તેમના ચરણની સાક્ષાત્ ઉપાસના, ને
તેમની વાણીનું સાક્ષાત્ શ્રવણ આપણને મળ્‌યું,–તે કેવા ધન્ય ભાગ્ય?
પં. શ્રી ટોડમલ્લજી પત્રમાં છેલ્લે લખે છે કે ‘જ્યાં સુધી મળવું થાય નહિ
ત્યાંસુધી પત્ર તો શીઘ્ર જ લખ્યા કરો. સાધર્મીને તો પરસ્પર ચર્ચા જ જોઈએ.’ આ
ઉપરથી સાધર્મીનો સમાગમ કેટલો દુર્લભ હતો ને તેના પત્રની કેટલી ધગશ રહેતી તેનો
ખ્યાલ આવે છે.
તે વખતે બેલગાડીનો ને ઊંટનો યુગ હતો, આજે વિમાનનો ને રોકેટનો યુગ છે.
આજે તો ભારતના એક છેડેથી બીજા છેડે થોડા જ કલાકમાં હવાઈ–મુસાફરીથી પહોંચી
જવાય છે. હજારો ગાઉ દૂર બેઠાબેઠા પણ ટેલિફોનથી સીધી વાતચીત થઈ શકે છે. તે
વખતે એક પ્રાન્તમાંથી બીજા પ્રાન્તમાં જતાંય બેલગાડીમાં અનેક મહિના લાગી જતા;
સન્દેશની આપ–લે લાંબા ગાળે થઈ શકતી. એટલે એ વખતે સાધર્મીના મિલનનો કે
સાધર્મીના સન્દેશની પ્રાપ્તિનો જે અનેરો આહલાદ જાગતો તેનો ખ્યાલ અત્યારના
યુગમાં આવવો મુશ્કેલ છે.
પં. શ્રી ટોડરમલ્લજીની લખેલી રહસ્યપૂર્ણ ચિઠ્ઠિ ગુરુદેવના હાથમાં જ્યારે
પહેલવહેલી આવી ને તેમણે વાંચી, કે તરત તેમને આહલાદ થયો કે વાહ! આવી ચિઠ્ઠિ!
એની કિંમત શું થાય? જ્ઞાનના અર્થીને તેની ખરી કિંમત થાય. અહો, આમાં તો જાણે
હીરાનાં કણ ભર્યાં છે! તે વખતે (ચાલીસેક વર્ષ પહેલાં) પણ આવા સાહિત્યની પ્રાપ્તિ
એવી દુર્લભ હતી કે એ ચિઠ્ઠિ ગુરુદેવે લખી લીધી હતી.
જે પત્રના જવાબરૂપે પંડિતજીએ આ ચિઠ્ઠિ લખેલ છે તે પત્ર સીધો પં.
ટોડરમલ્લજી ઉપર લખાયેલો નથી, પરંતુ મુલતાનના ભાઈઓએ જહાનાબાદના
રામસિંહજી ભુવાનીદાસજી ઉપર પત્ર લખેલ, તેમણે બીજા સાધર્મીઓ સાથે વાત થયેલ
અને તે બીજા સાધર્મીઓએ જહાનાબાદથી પં. ટોડરમલ્લજીને જયપુર લખેલ. એટલે
મૂળ પત્ર લખાયા પછી ફરતો ફરતો ત્રીજી ભૂમિકાએ પંડિતજીને મળેલ છે; ને
પંડિતજીએ તેના ઉપર સીધા મુલતાનના ભાઈ–