Atmadharma magazine - Ank 262
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 37

background image
: ૩૦ : આત્મધર્મ : શ્રાવણ :
ઓને લખ્યા છે. (જો કે જહાનાબાદના ભાઈઓ ઉપર પણ જુદો પત્ર તેમણે લખ્યો જ
હશે.) –આ રીતે મુલતાનના ભાઈઓને પોતાના પત્રનો ઉત્તર મળતાં સહેજે બે ત્રણ
માસ વીતી ગયા હશે. આટલા લાંબા વખતે જ્યારે પોતાના જિજ્ઞાસાભરેલા પ્રશ્નોના
ઉત્તરરૂપે અધ્યાત્મરસભરપૂર ચિઠ્ઠિ સાધર્મી પાસેથી પ્રાપ્ત થઈ હશે ત્યારે એ
અધ્યાત્મસન્દેશ વાંચીને મુલતાનના ભાઈઓને કેટલો હર્ષોલ્લાસ થયો હશે? આજે
૨૦૦ વર્ષ પછી પણ એ ચિઠ્ઠિની હસ્તલિખિત પ્રતો જુના શાસ્ત્ર ભંડારોમાં સચવાયેલી
પડી છે–એ ઉપરથી ખ્યાલમાં આવશે કે સાધર્મીઓ તે ચિઠ્ઠિને કેટલી કિંમત ગણતા હતા.
એવી બે પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ ઉપરથી ખૂરઈ (સાગર, મધ્યપ્રદેશ) ના
‘કર્તવ્યપ્રબોધ–કાર્યલયે’ લગભગ પચાસ વર્ષ પહેલાં (વીર સં. ૨૪૪૨માં) એ
રહસ્યપૂર્ણ ચિઠ્ઠિ પ્રકાશિત કરી હતી. તેમાં પ્રકાશક લખે છે કે–
यह चिठ्ठि कितनी
महत्वपूर्ण हैं इसको प्रेमी पाठक स्वयं अवलोकन करके जान सकेंगे। परंतु यहां
हम ईतना अवश्य कहेंगे कि, यदि इसी तरहकी कोई प्राचीन विद्वानकी कृति
आज युरोपादि देशोमें किसीको प्राप्त होती तो सारे देश और समाचारपत्रोमें धूम
पड जाती।
” પચાસ વર્ષથી પ્રસિદ્ધ થઈ હોવા છતાં આ ચિઠ્ઠિ વિશેષપ્રચારમાં આવી ન
હતી, પણ હવે પૂ. ગુરુદેવે ત્રણ વખત એના ઉપર પ્રવચનો કરીને એનો મહિમા પ્રસિદ્ધ
કર્યો છે, અને એના રહસ્યને ખુલ્લું કર્યું છે.
એ રહસ્યપૂર્ણ ચિઠ્ઠિના વિદ્વાન લેખક પં. શ્રી ટોડરમલ્લજીનો ટૂંક પરિચય અહીં
અનેક શાસ્ત્રોના રહસ્યની મેળવણી કરીને ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ જેવા શાસ્ત્રની
જેમણે રચના કરી તે પં. શ્રી ટોડરમલ્લજીએ શિથિલાચાર સામે નીડરપણે પડકાર કરીને,
આધ્યાત્મિક આંદોલન વડે તથા મહાન વિપુલ સાહિત્યરચના વડે જૈનસમાજમાં ક્રાન્તિનું
મોજું ફેલાવ્યું હતું. ગૃહસ્થી હોવા છતાં જૈનસમાજમાં તેમનું સ્થાન એક આચાર્ય સમાન
ગણવામાં આવે છે. તેમનો જન્મ વિક્રમ સં. ૧૭૯૭માં જયપુરના ગોદિકા–પરિવારમાં
થયો હતો. પિતાજીનું નામ જોગીદાસ અને માતાજીનું નામ રંભાદેવી. તેમનો પરિવાર
ढोलाका પરિવાર તરીકે વિખ્યાત હતો. આજ પણ જયપુરમાં તેમના વંશમાં શ્રી
છગનલાલજી લાદૂલાલજી ઢોલાકા છે. તેમના શિક્ષાગુરુ શ્રી બંશીધરજી હતા–જેઓ
મૈનપુરી (આગ્રા) થી જયપુર આવીને રહ્યા હતા. પંડિતજી અસાધારણ પ્રતિભાશાળી
હતા, નાની ઉમરમાં જ તેમણે ઘણું અધ્યયન કર્યું હતું. સં. ૧૮૧૧ના માહ વદ પાંચમે
જ્યારે તેમણે મુલતાનના સાધર્મી ભાઈઓ ઉપર અધ્યાત્મચર્ચાથી ભરપૂર ચિઠ્ઠિ લખી
ત્યારે તેમની ઉમર કેટલી હતી?