: શ્રાવણ : આત્મધર્મ : ૩૧ :
માત્ર ૧૪ કે ૧પ વર્ષની તેમની ઉમર હતી. આવડી નાની ઉંમરમાં તેમણે લખેલી
અધ્યાત્મશાસ્ત્રના મર્મથી ભરેલી ચિઠ્ઠિ બતાવે છે કે તેઓ કેટલા વિદ્વાન અને
અધ્યાત્મરસિક હતા.
સં. ૧૮૧૧ ની આસપાસમાં એટલે કે ૧૪–૧પ વર્ષની વયે જ તેઓ જયપુરરાજ્યના
સિધાણા ગામે જઈને એક શેઠને ત્યાં નોકરી કરવા લાગ્યા. તે દરમિયાન સાધર્મી ભાઈ
રાયમલ–કે જેઓ ૧૩–૧૪ વર્ષની વયમાં જ શાસ્ત્રાભ્યાસી હતા ને ધર્મનું રહસ્ય સમજવાની
જિજ્ઞાસાથી અનેક જગ્યાએ ઘૂમી રહ્યા હતા, તેઓ પં. ટોડરમલ્લજીને મળ્યા, અને તેમના
પરિચયથી પ્રસન્ન થઈને તેમણે લખ્યું કે– ‘टोडरमल्लजीके ज्ञानकी महिमा अद्भुत देखी’
ત્યારબાદ ભાઈ રાયમલ્લજીએ તેમને ગોમ્મટસાર વગેરે શાસ્ત્રોની ટીકા લખવાનો આગ્રહ
કર્યો, અને પં. શ્રી ટોડરમલ્લજીએ હિન્દીભાષામાં ટીકા લખવી શરૂ કરી. ટીકા તેઓ લખતા
જતા હતા તેમ તેમ ભાઈ રાયમલ્લજી વગેરે તે વાંચતા જતા હતા. સં. ૧૮૧પ સુધીના ત્રણેક
વર્ષમાં એટલે માત્ર ૧પ થી ૧૮ વર્ષની નાની વયમાં તો તેમણે ગોમ્મટસારના ૩૮ હજાર
શ્લોક, લબ્ધિસાર–ક્ષપણાસારના ૧૩ હજાર શ્લોક અને ત્રિલોકસારના ૧૪ હજાર શ્લોક, એમ
કૂલ ૬પ૦૦૦ પાંસઠ હજાર શ્લોક પ્રમાણ (સમ્યગ્જ્ઞાનચંદ્રિકા) ટીકા રચી. માત્ર ૧પ વર્ષની
વયે ગોમ્મટસાર જેવા મહાન શાસ્ત્રની ટીકા લખવી તે શ્રુતાભ્યાસનો અસાધારણ પ્રેમ અને
વિદ્વત્તા બતાવે છે. ભાઈ રાયમલ્લજી લખે છે કે ‘અત્યારે આ કનિષ્ટ કાળમાં ટોડરમલ્લજીના
જ્ઞાનનો ક્ષયોપશમ વિશેષ છે. ગોમ્મટસાર ગ્રંથનું વાંચન પાંચસો વર્ષ પહેલાં હતું પણ
ત્યારપછી બુદ્ધિની મંદતાને લીધે ભાવસહિત વાંચન અટકી ગયું; હવે ફરી (ટોડરમલ્લજી
દ્વારા) તેનો ઉદ્યોત થયો. વર્તમાનકાળમાં અહીં ધર્મનું નિમિત્ત છે તેવું અન્યત્ર નથી.’
આ ઉપરથી સ્પષ્ટ છે કે પં. ટોડરમલ્લજી કેટલા પ્રતિભાશાળી હતા અને ધર્મપ્રચારની
તેમને કેટલી લગન હતી. તે વખતે જયપુરમાં ઈન્દ્રધ્વજપૂજાનો મોટો ઉત્સહ થયેલો, આ
ઉત્સવ જયપુરના ઈતિહાસમાં ઘણો ભવ્ય હતો, તેમાં ચબૂતરો (પૂજનની વેદી) ૬૪ ગજ
(લગભગ સવાસો ફૂટ) લાંબો પહોળો હતો, (એટલે અત્યારે પંચકલ્યાણકમાં આપણે જેના
પર મંડલ કરીએ છીએ તેના કરતાં લગભગ ૧૦૦ ગણો મોટો!) ને તેમાં ત્રિલોકસાર–
ગ્રંથઅનુસાર રચના કરવામાં આવીટીકા હતી. એ ઉત્સવની નિમંત્રણ–પત્રિકામાં (સં.
૧૮૨૧ ના માહ વદ નોમે) લખ્યું છે કે અહીં ભાઈજી ટોડરમલ્લજીના જ્ઞાનનો ક્ષયોપશમ
અલૌકિક છે, તેમણે ગોમ્મટસારાદિ અનેક ગ્રંથોની પૂરા લાખ શ્લોકપ્રમાણ ટીકાઓ બનાવી
છે, અને હજી બીજા પાંચ સાત ગ્રંથોની ટીકા બનાવવાનો વિચાર છે, તે આયુની અધિકતા
હશે તો બનશે. વળી ધવલમહાધવલાદિ ગ્રંથોને પ્રગટમાં લાવવાનો ઉદ્યમ તેમણે કર્યો છે,
તથા તે દક્ષિણદેશથી બીજા પાંચસાત ગ્રંથો તાડપત્રમાં કર્ણાટકી લિપિમાં લખેલા અહીં પધાર્યા
છે તેને ‘મલજી’ વાંચે છે. અને તેનું યથાર્થ વ્યાખ્યાન કરે છે તેમજ કર્ણાટી લિપિમાં લખી લ્યે
છે. ઈત્યાદિ ન્યાય, વ્યાકરણ, ગણિત, છંદ, અલંકાર