અર્થાત્ સમ્યગ્દર્શન સર્વ લોકમાં અત્યંત શોભાયમાન છે અને તે જ
મોક્ષપર્યંત સુખ દેવામાં સમર્થ છે.
* જ્ઞાન અને ચારિત્રનું બીજ સમ્યગ્દર્શન જ છે, યમ અને
પ્રશમભાવનું જીવન સમ્યગ્દર્શન છે, અને તપ તથા સ્વાધ્યાયનો
આધાર પણ સમ્યગ્દર્શન જ છે એમ આચાર્યોએ કહ્યું છે.
* વિશેષ જ્ઞાન કે ચારિત્ર ન હોય છતાં, જો એકલું માત્ર સમ્યગ્દર્શન જ
હોય તોપણ તે પ્રશંસનીય છે; પરંતુ મિથ્યાદર્શનરૂપી ઝેરથી દૂષિત
થયેલા જ્ઞાન કે ચારિત્ર પ્રશંસનીય નથી.
* સૂત્રજ્ઞ આચાર્યદેવોએ કહ્યું છે કે યમ–નિયમ–તપ વગરે અતિ અલ્પ
હોય તોપણ, જો તે સમ્યગ્દર્શન સહિત હોય તો ભવસમુદ્રના કલેશના
ભારને હળવો કરવા માટેની તે ઔષધિ છે.
* શ્રી આચાર્યદેવ કહે છે કે જેને દર્શનવિશુદ્ધિ થઈ ગઈ છે તે પવિત્ર
આત્મા મુક્ત જ છે–એમ અમે જાણીએ છીએ કેમકે દર્શનશુદ્ધિને જ
મોક્ષનું મુખ્ય કારણ કહેવામાં આવ્યું છે.
* આ જગતમાં જેઓ જ્ઞાન અને ચારિત્રના પાલનમાં પ્રસિદ્ધ થયા છે
એવા જીવો પણ, સમ્યગ્દર્શન વગર મોક્ષને પામી શકતા નથી.
પીઓ. આ સમ્યગ્દર્શન અનુપમ સુખનો ભંડાર છે, સર્વ કલ્યાણનું બીજ
છે, આ સંસારસમુદ્રથી તરવા માટે તે જહાજ છે, એક ભવ્યજીવો જ તેને
પામી શકે છે, પાપરૂપી વૃક્ષને કાપવા માટે તે કુહાડી સમાન છે, પવિત્ર
તીર્થોમાં તે પ્રધાન તીર્થ છે અને મિથ્યાત્વને તે હણનાર છે.