: ભાદરવો : આત્મધર્મ : ૭ :
દેહમાં (એટલે રાગાદિમાં પણ) એકત્વબુદ્ધિવાળો જીવ, અતીન્દ્રિય જ્ઞાનમય એવા સર્વત્ર
પરમાત્માની–અરિહંતદેવની પરમાર્થસ્તુતિ–શ્રદ્ધા–ભક્તિ કરી શકતો નથી, અરિહંતના
પરમાર્થસ્વરૂપને તે ઓળખતો નથી. અહા, સ્વભાવસન્મુખ થયો ત્યારે જ અરિહંતદેવ
વગેરેની સાચી ઓળખાણ થઈ.
અરે જીવ! આ દેહમાં લોહી, માંસ ને હાડકા સિવાય બીજું શું છે? આવા
અપવિત્ર વસ્તુના પિંડને તું તારો માનીને તેમાં મૂર્છાઈ રહ્યો છે, ને શુદ્ધ–બુદ્ધ એવા તારા
પવિત્ર ચૈતન્યસ્વરૂપને તું ભૂલી રહ્યો છે. અરે, રાગની મલિનતા પણ તારા સ્વરૂપમાં
નથી ત્યાં આ મલિનતાનો પિંડ દેહ તારામાં ક્્યાંથી આવ્યો? દેહથી અત્યંત જુદો તું
જ્ઞાયકમૂર્તિ છો, એમ જાણીને શીઘ્ર દેહની મૂર્છા છોડ, ને આત્માની ભાવના નિરંતર કર,
તને તારા અંતરમાં જ દેખાશે.
અંર્તમુખ અવલોકતાં...
જ્યારે યુદ્ધમાંથી વૈરાગ્ય પામીને બાહુબલીએ દીક્ષા
લીધી, અને તેમની હજારો રાણીઓ પણ દીક્ષા માટે
ભગવાનના સમવસરણમાં ચાલી ગઈ...ને ભરતચક્રવર્તીના
મહેલમાં દુઃખથી હા......હાકાર છવાઈ ગયો, ત્યારે તે
દુઃખની શાંતિ માટે ભરતરાજે શું કર્યું?–તે વખતે ભરતરાજ
પોતાના મનમાં એમ વિચારવા લાગ્યા કે–
સંસારમાં કોઈપણ દુઃખ કેમ ન આવે,–પરંતુ
પરમાત્માની ભાવના એ બધા દુઃખને દૂર કરી નાખે છે,
તેથી આત્મભાવના કરવી યોગ્ય છે.–આમ વિચારી આંખ
મીંચીને તેઓ આત્મનિરીક્ષણ કરવા લાગ્યા. અને તેના
ચિત્તમાં વ્યાપેલું દુઃખ કોણ જાણે ક્્યાં ચાલ્યું ગયું!
ખરેખર, નિજ–પરમાત્માનું દર્શન સર્વ દુઃખદમનનો
અમોઘ ઉપાય છે.
ઉપજે મોહ–વિકલ્પથી સમસ્ત આ સંસાર,
અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.
(‘રત્નસંગ્રહ’ માંથી)