ચૈતન્યની ભાવના કર. શુદ્ધઆત્મતત્ત્વની ભાવના તે જ કષાયોને રોકવાનો
ઉપાય છે. હે જીવ! પ્રતિકૂળતામાં આત્માને યાદ કરજે–તારા સર્વસમાધાન થઈ
જશે; આનંદસમુદ્ર આત્મા છે તેમાં જ્યાં ઉપયોગ જોડયો ત્યાં દુઃખ કેવું?
સાધકને જગતમાં કાંઈ પ્રતિકૂળ છે જ નહિ. હે જીવ! કોઈએ તારા દોષ ગ્રહણ
કર્યા તો તેમાં તને શું નુકશાન થયું? તું શાંતચિત્ત રહીને તારી
આત્મઆરાધનામાં તત્પર રહે.
તેને ઉપચારથી શત્રુ કહ્યો; ને આવા દુઃખદાયી દેહનો જેના વડે અભાવ થાય એવા
રત્નત્રયધર્મને તું તારો મિત્ર જાણ. અરે, આ દેહ જડ, એની મિત્રતા શી? એના સંબંધ
શો? મુનિવરો તો દેહલક્ષ છોડીને ચૈતન્યની સાધનામાં એવા લીન થાય છે કે હરણીયાં
આવીને શરીરને ઝાડનું થડ સમજીને તેની સાથે શરીર ઘસે છે......પણ મુનિ ધ્યાનમાં
અડોલ રહે છે. અથવા, મુનિ વનજંગલમાં એકાકીપણે ધ્યાનમાં બિરાજતા હોય ને સિંહ
આવીને શરીરને ખાઈ જતો હોય તોપણ મુનિ સિંહને શત્રુ માનતા નથી. જે દેહ મુનિને
જોઈતો નથી તે દેહને સિંહ લઈ જાય છે, તો એ તો મિત્ર થયો! અરે જીવ! આવી દેહથી
ભિન્નતાની ને વીતરાગતાની ભાવના તો ભાવ! પરમાત્મતત્ત્વની ભાવના જ પરમ
આનંદનું કારણ છે; દેહની ભાવના તો દુઃખ છે.
પરમાત્મતત્ત્વની ભાવનામાં તને પરમ આનન્દ થશે, ને કષાયો ઉપશમી જશે.
જીવ!