Atmadharma magazine - Ank 263
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 45

background image
: ભાદરવો : આત્મધર્મ : ૯ :
પ્રતિકૂળતામાં આત્માને યાદ કરજે–તારા સર્વ સમાધાન થઈ જશે. શુદ્ધ આત્મતત્ત્વની
ભાવના તે જ કષાયોને રોકવાનો ઉપાય છે.
આત્મા તો સિદ્ધ ભગવંતોનો કુટુંબી છે. હે જિનેશ્વર! અમે તો આપના કૂળના ને
આપની જાતિના છીએ. આવા લક્ષે હું ધર્મની આરાધના કરવા જાગ્યો, ધર્મનો રંગ
લાગ્યો, તેમાં હવે કદી ભંગ પડશે નહિ, હવે અપ્રતિહતભાવથી અમે સિદ્ધદશામાં
પહોચશું. આવા સિદ્ધ સિવાય બીજી જાત તે અમારી જાત નહિ, તીર્થંકરોનું ને સિધ્ધોનું
જે ચૈતન્ય કૂળ છે તે જ કૂળના અમે છીએ. તીર્થંકરોના અમે કેડાયતી છીએ,–એ અમારી
ટેક છે. સંસારમાં કર્મવશ જે જાતિભેદ છે જાતિભેદ અમારામાં નથી; અરે ચૈતન્યની
ભાવનામાં જે લીન થાય તે જીવ આ ભવમાં ન પડે, એમાં શું આશ્ચર્ય છે! જેનું ચિત્ત
આત્મામાં નથી લાગતું તે જ સંસારમાં ભ્રમણ કરે છે, પણ જેનું ચિત્ત આત્મામાં લાગ્યું
તેને પરભાવની ઉત્પત્તિ ન રહી ને સંસારભ્રમણ ન રહ્યું. માટે હે જીવ! ગમે તેવા
પ્રતિકૂળ પ્રસંગમાંય તું તારું ચિત્ત આત્મામાં જોડ. બહારમાં ધગધગતા દાગીનાથી
પાંડવોનો દેહ ભડભડ સળગે છે ત્યારે અંદર શીતળ ચૈતન્યમાં ચિત્તને જોડીને કેવળજ્ઞાન
ને મોક્ષ પામે છે; સુકુમારમુનિ વગેરેના શરીરને શિયાળ ખાઈ જાય છે તે વખતે પણ
અંદર ચૈતન્યમાં ચિત્તને જોડીને તે પોતાના પરમ આનંદને અનુભવે છે. આનંદસમુદ્ર
આત્મા છે તેમાં જ્યાં ઉપયોગ જોડયો ત્યાં દુઃખ કેવું? ને પ્રતિકૂળતા કેવી? આરાધનામાં
જ્યાં વિઘ્ન નથી ત્યાં કોઈ પ્રતિકૂળતા છે જ નહિ. સાધકને જગતમાં કાંઈ પ્રતિકૂળતા છે
જ નહિ. પ્રતિકૂળતા વખતે તે આરાધનાથી ડગતા નથી પણ ઉલટી તેને આરાધનાની
ઉગ્રતા થાય છે.
અરે, ચૈતન્યપિંડ આત્માને આ દેહમાં જન્મ ધારણ કરવો તે શરમ છે. હે જીવ!
જો તું ભવભ્રમણથી ભયભીત હો તો ચૈતન્યની ભાવના કર, તેથી તારા શરમજનક
જન્મો છૂટી જશે. કષાય પણ શરમ છે, તેનાથી પણ ભિન્ન ચૈતન્યની ભાવના કર.
કોઈ જીવ તારા દોષો ગ્રહણ કરે તોપણ તું ક્રોધિત ન થા. અરે, અજ્ઞાનીઓ તો
મોટામોટા ધર્માત્માના પણ દોષ ગ્રહણ કરે છે, કેમકે તેને દોષ ગમે છે તેથી તે દોષને
ગ્રહણ કરે છે. અરે, તેણે મારા દોષ ગ્રહણ કર્યા તેમાં મને શું નુકશાન થયું? મારા ગુણ
તો કાંઈ એણે લઈ લીધા નથી!–એમ વિચારી હે જીવ! તું ગુસ્સો ન થવા દે ને તારા
ચૈતન્યની મસ્તીમાં મસ્ત રહે. જગતમાં બીજા જીવ ક્રોધાદિથી દોષગ્રહણ કરે તો તેમાં
તારે શું? જે કરશે તે ભોગવશે, તેમાં તું કેમ ઉદાસ થાય છે? જગતના પદાર્થોને
પ્રકાશવાનો તારો સ્વભાવ છે. કોઈ શુભભાવ કરે, કોઈ અશુભ કરે, કોઈ નિંદા કરે,
કોઈ પ્રશંસા કરે, તેથી