Atmadharma magazine - Ank 263
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 45

background image
: ૧૨ : આત્મધર્મ : ભાદરવો :
સં. ૧૬૨૬માં ખરગસેન આગ્રા આવીને વેપાર કરવા લાગ્યા ને તેમની પાસે
સારૂં ધન એકઠું થયું; ફરી તેઓ જોનપુર આવ્યા. મેરઠનગરના સુરદાસજીની કન્યા સાથે
તેના લગ્ન થયા. આજ આપણા ચરિત્રનાયકના માતા–પિતા. સં. ૧૬૩પ માં તેમને એક
પુત્ર થયો, પણ તે માત્ર આઠદસ દિવસ જ જીવી શક્્યો, થોડા દિવસ પછી ખરગસેન
પુત્રલાભની ઈચ્છાથી રોહતકપુર એક સતીની યાત્રા કરવા સહકુટુમ્બ ચાલ્યા, પણ
રસ્તામાં ચારોએ તેમને લૂંટી લીધા. આ પ્રસંગ ઉપર પં. બનારસીદાસજી લખે છે કે સતી
પાસે પુત્ર માંગવા જતાં રસ્તામાં ઉલટા લૂંટાઈ ગયા; આવું પ્રગટ દેખવા છતાં મૂરખ
લોકો સમજતા નથી અને વ્યર્થ દેવ–દેવીની માનતા કરે છે. ખરગસેનજી ફરીને પાછા સં.
૧૬૪૩ માં પુત્રલાભની ઈચ્છાથી સતીની યાત્રા કરવા ગયા. ત્યાંથી આવ્યા બાદ થોડા
વખતે તેમને પુત્ર થયો; એનું નામ વિક્રમ. આ વિક્રમ એ જ આપણા પં. બનારસીદાસજી
(વિ. સં. ૧૬૪૩ ના મહાસુદ અગિઆરસ ને રવિવારે તેમનો જન્મ થયો.)
બાલક વિક્રમ જ્યારે છ મહિનાનો થયો ત્યારે ખરગસેનજી સકુટુંબ પાર્શ્વનાથ
પ્રભુની યાત્રાએ કાશી ગયા. ભાવપૂર્વક પૂજન કરીને બાળક વિક્રમને પ્રભુચરણમાં
નમસ્કાર કરાવ્યા; ત્યારે ત્યાંના પૂજારીએ કપટથી કહ્યું કે પાર્શ્વપ્રભુનો ભક્ત યક્ષ મને
ધ્યાનમાં આવીને કહી ગયો છે કે પાર્શ્વપ્રભુની આ જન્મનગરીનું જે નામ છે (बनारस)
તે જ નામ આ બાળકનું રાખવું, તેથી તે ચિરંજીવી થશે. આ ઉપરથી કુટુંબીજનોએ એ
બાળકનું बनारसीदास નામ રાખ્યું. પાંચમા વર્ષે તેને સંગ્રહણી રોગ થયેલો, જેમ તેમ
કરીને તે શાંત થયો ત્યાં શીતળાએ ઘેરો ઘાલ્યો. આ રીતે એક વર્ષ સુધી બાળકે અતીવ
કષ્ટ ભોગવ્યું. સાત વર્ષની વયે શાળામાં પાંડે રૂપચંદજી પાસે વિદ્યાભ્યાસ શરૂ થયો.
બેત્રણ વર્ષમાં કુશળ થઈ ગયા.
લગભગ ચારસો વર્ષ પહેલાનાં જે સમયનો આ ઈતિહાસ છે તે સમયે દેશમાં
મુસલમાનોનું રાજ્ય હતું ને બાલવિવાહનો ઘણો પ્રચાર હતો; ૯ વર્ષની વયે ખેરાબાદના
કલ્યાણમલજી શેઠની કન્યા સાથે બાલક બનારસીની સગાઈ થઈ ને ૧૧ વર્ષની વયે
(સં. ૧૬પ૪ ના માહ સુદ ૧૨) વિવાહ થઈ ગયા. જે દિવસે નવવધુ ઘરમાં આવી તે જ
દિવસે ખરગસેનને ત્યાં એક પુત્રીનો જન્મ થયો ને તે જ દિવસે તેની વૃદ્ધ નાની મરણ
પામી. એ જ દિવસે એક જ ઘરમાં ત્રણ પ્રસંગ બનતાં પંડિતજી લખે છે:–
યહ સંસાર વિડંબના દેખ પ્રગટ દુઃખ વેદ
ચતુર–ચિત્ત ત્યાગી ભયે, મૂઢ ન જાણે ભેદ.
સોળ વર્ષની યુવાવસ્થામાં તેમને કોઢનો રોગ થયો, ને શરીર ગ્લાનિજનક બની
ગયું; તે રોગ માંડમાંડ મટયો. યુવાવસ્થામાં દુરાચારના સંસ્કારથી હજાર ચોપાઈ–દોહાની
એક શૃંગારપોષક પોથી તેમણે બનાવેલી, પણ પાછળથી સદ્બુદ્ધિ થતાં એ પોથી પશ્ચા–