: ભાદરવો : આત્મધર્મ : ૧૩ :
ત્તાપપૂર્વક ગોમતી નદીમાં ફેંકી દીધી હતી. સં. ૧૬૬૦ માં તેમને ફરી પાછી મોટી બિમારી
થયેલ, ૨૧ લાંઘણ બાદ તેઓ નીરોગ થયા.
સં. ૧૬૬૧ માં (૧૮ વર્ષની વયે) એક સંન્યાસી–બાવાએ બનારસીદાસજીને
જાળમાં ફસાવ્યા, એક મંત્ર આપીને એક વર્ષ સુધી તેના જાપ કરવાથી રોજ એક
સોનામહોર આંગણામાં પડેલી દેખાશે–એમ કહ્યું, બનારસીદાસજી એની જાળમાં ફસાયા
ને મંડયા જાપ જપવા. માંડ માંડ વર્ષ પૂરું કર્યું ને સોનામહોરની ઉત્કંઠાથી આંગણું
તપાસવા લાગ્યા–પણ કાંઈ મળ્યું નહિ. સંન્યાસીની આ બનાવટથી એમની આંખ
ઊઘડી.
પણ વળી પાછા એક બીજા જોગીએ તેમને ફસાવ્યા; એક શંખ આપીને કહ્યું કે
આ સદાશિવ છે, તેની પૂજાથી મહા પાપી પણ શીઘ્ર મોક્ષ પામે છે.–બનારસીદાસજી
મૂર્ખતાથી એ શંખની પૂજા કરવા લાગ્યા. આ મુર્ખાઈ સંબંધમાં તેઓ લખે છે કે–
શંખરૂપ શિવ દેવ, મહા શંખ બનારસી,
દોઉ મિલે અબેબ, સાહિબ સેવક એકસે.
સં. ૧૬૬૧ માં હીરાનંદજી ઓસવાલે શિખરજીની યાત્રાનો સંઘ કાઢયો,
ખરગસેનજી પણ તેની સાથે યાત્રા કરવા ચાલ્યા. એ વખતે રેલ્વે વગેરે ન હતી. તેથી
યાત્રામાં એકાદ વર્ષ વીતી જતું. સંઘ ઘણા દિવસે યાત્રા કરીને પાછો આવ્યો ત્યારે અનેક
લોકો લૂંટાઈ ગયા, અનેક બીમાર થઈ ગયા ને અનેક મરી ગયા. ખરગસેનજી પણ
રોગથી પીડિત થયા ને માંડ માંડ જોનપુર ઘરે પહોંચ્યા.
ખરગસેનજી શિખરજીની યાત્રાએ ગયા તે દરમિયાન પાછળથી
બનારસીદાસજીને પાર્શ્વનાથજીની (બનારસની) યાત્રાનો વિચાર થયો, અને પ્રતિજ્ઞા
કરી કે જ્યાંસુધી યાત્રા ન કરું ત્યાં સુધી દૂધ–દહીં–ઘી–ચાવલ–ચણા–તેલ વગેરે પદાર્થનો
ભોગ નહીં કરું. આ પ્રતિજ્ઞાને છ મહિના વીતી ગયા બાદ કાર્તિકી પૂર્ણિમાએ ઘણા લોકો
ગંગાસ્નાન માટે તથા જૈની લોકો પાર્શ્વનાથ પ્રભુની યાત્રા માટે બનારસ તરફ ચાલ્યા,
તેમની સાથે બનારસીદાસજી પણ કોઈને પૂછયા વિના બનારસ ચાલ્યા ગયા. ત્યાં
ગંગાસ્નાનપૂર્વક ભગવાન પાર્શ્વનાથની ભાવસહિત પૂજા કરી અને સાથે ત્યાં શંખાપૂજા
પણ કરતા હતા. યાત્રા કરીને, શંખ સાથે લઈને હર્ષપૂર્વક તેઓ ઘરે આવ્યા.
એકવાર તેઓ ઘરની સીડી ઉપર બેઠા હતા, ત્યાં ખબર સાંભળ્યા કે અકબર
બાદશાહનું મૃત્યુ થયું. તે સાંભળતાં જ આઘાતથી તેઓ સીડી ઉપરથી નીચે પડી ગયા,
ને માથામાં ફૂટ પડી તેથી કપડાં લોહીલૂહાણ થઈ ગયા. આ પ્રસંગ પછી એકાન્તમાં
બેઠાબેઠા એકવાર તેને વિચાર આવ્યો કે–
જબ મૈં ગિર્યો પડ્યો મુરઝાય, તબ શિવ કછું નહિં કરી શકાય.