: ૧૪ : આત્મધર્મ : ભાદરવો :
આ વાતનું સમાધાન ન થવાથી તેમણે શંખરૂપ સદાશિવનું પૂજન છોડી દીધું,
તેમના વિચારોમાં પરિવર્તન થયું ને વિવેકજ્યોત જાગી; હવે શ્રુંગારરસ પ્રત્યે અરુચિ
થવા લાગી. અને પશ્ચાત્તાપપૂર્વક પાપના ભયથી શ્રૃંગારરસની પોથીને ગોમતી નદીમાં
પધરાવી દીધી. તેમની પરિણતિમાં પરિવર્તન થયું ને તેમને ધર્મની ચાહના પ્રગટી.
પહેલાં સન્તાપરસના રસિયા બનારસી હવે જિનેન્દ્રના શાન્તરસમાં મગ્ન રહેવા લાગ્યા;
પહેલાં ગલીકુંચીમાં ભટકનારા બનારસી હવે અષ્ટદ્રવ્ય સહિત જિનમંદિરમાં જવા લાગ્યા.
જિનદર્શન વગર ભોજનત્યાગની તેમને પ્રતિજ્ઞા હતી; આ ઉપરાંત વ્રત–નિયમ–
સામાયિકાદિ આચારો પણ તેઓ કરવા લાગ્યા.
સં. ૧૬૬૭માં (૨૪ વર્ષની વયે) પિતાજીએ ઘરનો કારભાર બનારસીને સોંપી
દીધો; અને બે મુદ્રિકા, ૨૪ માણેક, ૩૪ મણિ, નવ નીલમ, વીસ પન્ના, કેટલુંક પરચુરણ
ઝવેરાત, તથા ૪૦ મણ ઘી, બે કૂંપા તેલ, બસો રૂપિયાનાં કપડાં અને કેટલીક રોકડ રકમ
આપીને વેપાર માટે આગ્રા મોકલ્યા. આગ્રાના મોતીકટરામાં તેમના બનાવીને ત્યાં ઊતર્યા
ને વેપાર શરૂ કર્યોં. ઘી, તેલ, કાપડ વેંચીને તેની હુંડી જૌનપુર મોકલી દીધી. તે વખતે
આગ્રામાં ભલભલા લોકો ઠગાઈ જતાં, પણ સદ્ભાગ્યે બનારસીદાસજી ઉપર કોઈની દ્રષ્ટિ
ન પડી. છતાં અશુભકર્મના ઉદયે તેમને ન છોડયા, બાંધેલું ઝવેરાત ક્્યાંક ગૂમ થઈ ગયું,
જે કપડામાં માણેક બાંધ્યા હતાં તે પોટલી ઊંદરડા તાણી ગયા; બે રત્નજડિત પોંચી જે
શરાફને વેંચી હતી તેણે બીજે જ દિવસે દિવાળું કાઢયું, એક રત્નજડિત મુદ્રિકા રસ્તામાં પડી
ગઈ; આમ ઉપરાઉપરી આપત્તિથી બનારસીનું હૃદય ક્ષુબ્ધ બની ગયું. પાસે જે કાંઈ વસ્તુ
બચેલી તે વેંચીવેંચીને ખાવા માંડયું. અંતે પાસે કાંઈ ન રહ્યું ત્યારે બજારમાં જવાનું છોડી
દીધું ને ઘરમાં જ રહીને પુસ્તક વાંચવા લાગ્યા. ચાર પાંચ શ્રોતાજનો તેમની પાસે શાસ્ત્ર
સાંભળવા આવતા. તેમાં એક કચોરીવાળો હતો, તેમની પાસેથી રોજ કચોરી ઉધાર લઈને
બનારસીદાસજી ખાતા હતા. ઘણા દિવસ બાદ તેને એકાન્તમાં કહ્યું કે ભાઈ, તમે ઉધાર
આપો છો પણ મારી પાસે તો કાંઈ છે નહીં કે તમને આપું. માટે હવેથી ઉધાર આપવાનું
બંધ કરો. પણ કચોરીવાળા ભાઈ ભલા આદમી હતા, ને બનારસીદાસજીની પરિસ્થિતિ
જાણતા હતા; તેણે કહ્યું કે આપ પૈસાની પરવા ન કરશો, ચિન્તાની કોઈ વાત નથી, આપ
ઉધાર લીધા કરો, સમય આવતાં બધું ચુકવાઈ જશે. આ રીતે છ મહિના વીતી ગયા.
એકવાર શાસ્ત્ર સાંભળવા તારાચંદજી નામના ગૃહસ્થ આવ્યા, તેઓ બનારસીદાસજીના
શ્વસુર થતા હતા; તેઓ બનારસીદાસજીને પોતાને ત્યાં તેડી ગયા, બે માસ બાદ ફરીને
તેમણે વેપાર શરૂ કર્યો. ને કંઈક ધન કમાયા, તેમાંથી કચોરીવાળાનો હિસાબ ચુકતે કરીને
ચૂકવી આપ્યો; કુલ ૧૪ રૂા. થયા હતા. આગ્રા જેવા શહેરમાં બે વખત પુરી–કચોરીનું સાત
માસનું ખર્ચ માત્ર રૂા. ૧૪ આવ્યું–એવા એ વખતે સસ્તા ભાવ હતા. આ પ્રસંગમાં
કચોરીવાળા ભાઈએ પોતાના