Atmadharma magazine - Ank 263
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 45

background image
: ભાદરવો : આત્મધર્મ : ૧પ :
એક સાધર્મી પ્રત્યે સંકટ વખતે જે ઉદાર ભાવનાથી વાત્સલ્ય બતાવ્યું તે આ જમાનામાં
અત્યંત અનુકરણીય છે. આજના જૈનસમાજને આવા વાત્સલ્યવંત ભાઈઓની ઘણી
જરૂર છે. બનારસીદાસજીને વેપારમાં બે વર્ષે ૨૦૦ રૂા. ની કમાણી થઈ, ને એટલું જ
ખર્ચ થયું. વેપારના અનેક પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી; અલીગઢની યાત્રાએ ગયા
ત્યાં પ્રબલ તૃષ્ણાવશ પ્રભુ પાસે લક્ષ્મીની પ્રાર્થના કરી.
આ દરમિયાન તેમની પત્નીને ત્રીજો પુત્ર થયો, પણ માત્ર પંદર દિવસ જીવીને તે
મૃત્યુ પામ્યો ને તેની માતાને પણ લઈ ગયો. પોતાની સાળી સાથે ફરી લગ્ન કર્યા; સં.
૧૬૭૩ માં તેમના પિતાનો સ્વર્ગવાસ થયો. ત્યારબાદ તેઓ આગ્રા ગયા. આગ્રામાં
પ્લેગનો ભયંકર પ્રકોપ થયો. લોકો ભયભીત થઈને જંગલમાં રહેવા ગયા. સં. ૧૬૭૭
થી ૭૯ માં માતા, ભાર્યા તથા પુત્ર–ત્રણેનો સ્વર્ગવાસ થઈ ગયો. સં. ૧૬૮૦ માં (૩૭
મા વર્ષે) ત્રીજી વાર લગ્ન કર્યા.
આગ્રામાં અર્થમલ્લજી નામના અધ્યાત્મરસિક સજ્જન હતા, તેઓ
બનારસીદાસજીની કાવ્યશક્તિ દેખીને આનંદિત થતા, પણ તેમાં અધ્યાત્મિકરસનો
અભાવ દેખીને દુઃખ પણ થતું. તેમણે એકવાર અવસર પામીને પં. રાજમલ્લજી રચિત
સમયસાર–કલશટીકા આપીને તેની સ્વાધ્યાય કરવા કહ્યું; પરંતુ ગુરુગમ વગર તેમને
અધ્યાત્મમાર્ગની સૂઝ ન પડી. તેમને અને તેમના મિત્રોને આત્મસ્વાદ તો આવ્યો નહિ
ને ક્રિયાઓનો રસ મટી ગયો; એકવાર તો નગ્ન થઈને કોટડીમાં ફરવા લાગ્યા ને કહે કે
અમે મુનિ થયા. એવામાં પં. રૂપચંદજી આગ્રામાં આવ્યા ને એકાન્તગ્રસિત
બનારસીદાસજીને ગોમ્મટસારના અભ્યાસ દ્વારા ગુણસ્થાન– અનુસાર જ્ઞાન–ક્રિયાઓનું
વિધાન સમજાવ્યું; તે સમજતાં તેમની આંખો ખૂલી ગઈ.–
તબ બનારસી ઔરહિ ભયો,
સ્વાદ્વાદ પરણતિ પરિણયો,
સુનિ સુનિ રૂપચંદ કે વૈન,
બનારસી ભયો દ્રિઢ જૈન.
હિરદેમેં કછું કાલિમા,
હુ તી સરદહન બીચ,
સોઉ મિટિ, સમતા ભઈ,
રહી ન ઊંચ ન નીચ.