: ૧૬ : આત્મધર્મ : ભાદરવો :
કુંદકુંદાચાર્યદેવ રચિત સમયસારની જે ટીકા અમૃતચંદ્રાચાર્યદેવે કરી છે અને
જે ટીકાના અધ્યાત્મરસઝરતા કળશો ઉપર પં. શ્રી રાજમલ્લજીએ
(બનારસીદાસજીની પૂર્વે સોએક વર્ષ પહેલાં) અધ્યાત્મની ખૂમારીથી ભરપૂર
કળશટીકા રચી છે, તે પંડિત બનારસીદાસજીને અત્યંત પ્રિય હતી; તે કળશટીકા–
સંબંધમાં તેઓ લખે છે કે–
પાંડે રાજમલ્લ જિનધર્મી સમયસાર નાટકકે મર્મી,
તિન્હેં ગં્રથકી ટીકા કીની બાલબોધ સુગમ કર દીની.
આ કળશટીકા ઉપરથી આપણા કવિરાજે છંદબદ્ધ પદ્યરૂપ નાટક–
સમયસારની રચના કરી; સં. ૧૬૯૩ ના આસો સુદ ૧૩ ને રવિવારે તે પૂર્ણ થઈ.
તે વખતે આગ્રામાં બાદશાહ શાહજહાંનું રાજ્ય હતું. પંડિતજીએ પંચાવન વર્ષ
સુધીનું પોતાનું કથાનક (જે અર્ધકથાનક કહેવાય છે તે) લખ્યું છે. ત્યારપછી
લોકવાયકા–અનુસાર કેટલાક પ્રસંગોનો ઉલ્લેખ સમયસાર નાટકની પીઠિકામાં છે.
પં. શ્રી બનારસીદાસજીની મુખ્ય રચના સમયસાર નાટક, તે ઉપરાંત
બનારસીવિલાસ, જિનેન્દ્રદેવના ૧૦૦૮ નામોની નામમાળા (સહસ્ર અઠ્ઠોતરી),
અર્ધકથાનક (આત્મકથા) અને પરમાર્થવચનિકા તથા ઉપાદાન–નિમિત્તની ચિઠ્ઠિ
તેમણે લખેલ છે. પં. શ્રી બનારસીદાસજીનું જીવન પહેલાં કેવું હતું ને પછી
અધ્યાત્મરસવડે કેવું ઉજ્વળ બન્યું તે આપણને તેમના જીવનચરિત્રમાં દેખાય છે,
ને અધ્યાત્મરસમય ઉજ્વળ જીવનની પ્રેરણા આપે છે. જૈનશાસનમાં ભગવાન
તીર્થંકરદેવથી માંડીને એક નાનામાં નાના સમ્યગ્દ્રષ્ટિનું જીવન પણ ઉજ્વળ,
પ્રશંસનીય ને આરાધનાની પ્રેરણા દેનારું છે; તે ધર્મજીવન ધન્ય છે.