Atmadharma magazine - Ank 263
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 45

background image
: ભાદરવો : આત્મધર્મ : ૩૭ :
ઉત્તર:– વિગ્રહગતિ વખતે રસ્તામાં ચોથું, બીજું અથવા પહેલું ગુણસ્થાન સંભવે; ત્રીજા
ગુણસ્થાને કોઈ જીવને મરણ નથી એટલે રસ્તામાં તે ગુણસ્થાન હોય નહિ.
વિગ્રહગતિમાં અજ્ઞાનીને કુમતિ–કુશ્રુત એ બે અને જ્ઞાનીને સમ્યક્મતિ–શ્રુત–અવધિ એ
ત્રણ જ્ઞાન સંભવે છે;–પણ તે લબ્ધરૂપ હોય, ઉપયોગરૂપ ન હોય.
(૪૭) પ્રશ્ન:– દ્રવ્યસ્વભાવમાં વિકાર નથી, તો વિકારનો કર્તા કોણ?
ઉત્તર:– જે ક્ષણિકપર્યાય વિકારી થાય છે તે પર્યાયધર્મ જ વિકારનો કર્તા છે; તે
પર્યાયધર્મ ક્ષણિક હોવાથી ટળી શકે છે. દ્રવ્યધર્મને એટલે કે દ્રવ્યસ્વભાવને જોતાં
આત્મામાં વિકારનું કર્તૃત્વ નથી. તે સ્વભાવ તરફ વળેલી પર્યાયમાંથી પણ વિકારનું
કર્તૃત્વ છૂટી ગયું છે.
*
(૪૮) પ્રશ્ન:– વિકાર ‘કર્મના લક્ષે’ થાય છે એમ ઘણીવાર કહેવાય છે, પરંતુ સૂક્ષ્મકર્મ
તો કાંઈ સામાન્ય જીવોને દેખાતું નથી, તો તેના લક્ષે વિકાર થયાનું કેમ કહ્યું?
ઉત્તર:– સ્વભાવના લક્ષે વિકાર નથી થતો–એમ સમજાવવા તે વાત કરી છે. તેમાં
‘કર્મના લક્ષે’ એટલે ‘કર્મના નિમિત્તે’ એમ અર્થ સમજવો. સ્વસન્મુખ ઉપયોગથી વિકાર
ન થાય, વિકાર બહારના જ આશ્રયે થાય; માટે વિકાર કર્મના લક્ષે કહ્યો; કેમકે બીજી
બાહ્યવસ્તુ તો વિકાર વખતે નિમિત્ત હો કે ન હો, પણ કર્મ તો સદાય નિયમથી
નિમિત્તરૂપ હોય જ છે. ભલે અજ્ઞાનીને કર્મ ખ્યાલમાં ન આવે પણ વિકારમાં તેને
નિમિત્તપણે તે હોય જ છે. તે એમ પ્રસિદ્ધ કરે છે કે વિકાર સ્વભાવરૂપ ભાવ નથી પણ
વિભાવરૂપ છે. કષાય તે જીવનો સ્વભાવ નથી–એ બાબત ષટ્ખંડાગમ પુસ્તક પાંચ પૃ.
૨૨૩માં સરસ યુક્તિથી સમજાવી છે.
(૪૯) પ્રશ્ન:– એક સમયની પર્યાયનો બીજા સમયે વ્યય થાય છે, વ્યય થવો એટલે શું?
ઉત્તર:– પર્યાયનો સ્વભાવ એવો છે કે તેનું અસ્તિત્વ એક સમય જ રહે, પછીના સમયે
તેનું અસ્તિત્વ ન રહે; એનું નામ વ્યય છે. દ્રવ્ય ત્રિકાળ છે, પર્યાય એક સમયપૂરતી છે,
એટલે દ્રવ્યથી જોતાં વસ્તુ નિત્ય દેખાય છે ને પર્યાયથી જોતાં વસ્તુ અનિત્ય દેખાય છે;
આમ વસ્તુ અનેકાન્તસ્વરૂપ છે.