Atmadharma magazine - Ank 263
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 45

background image
: ભાદરવો : આત્મધર્મ : ૩૯ :
જરા ઈસકો ભી પઢિયે જી!
આત્મધર્મ.....સર્વ જિજ્ઞાસુઓનું પ્રિય માસિક....
આત્મધર્મ....ગુરુદેવનો સંદેશ ઘરઘર પહોંચાડતું માસિક...
આત્મધર્મ....શુદ્ધ અધ્યાત્મની પ્રેરણા આપતું માસિક...
આત્મધર્મ....આત્માર્થિતાને પોષતું અધ્યાત્મ માસિક...
આત્મધર્મ....વાત્સલ્યભાવનાને વિસ્તારતું માસિક....
આત્મધર્મ....દેવગુરુધર્મની સેવાને અપનાવતું માસિક...

આવું આત્મધર્મ માસિક ૨૨ વર્ષથી આપ નિયમિત વાંચો છો? આવતા
અંકે આત્મધર્મનું ૨૨ મું વર્ષ પૂર્ણ થશે ને ત્યાર પછીના અંકે ૨૩મા વર્ષનો પ્રારંભ
થશે.
બધા ગ્રાહકોનું લવાજમ આવતા અંકે પૂરૂં થશે તો....નવા વર્ષનું લવાજમ
રૂા. ચાર વેલાસર ભરીને વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી.
–શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
વૈરાગ્ય સમાચાર:
અમદાવાદના મોંઘીબેન જીવરાજ શાહ
અષાડ વદ ૧૪ના રોજ સ્વર્ગવાસ પામ્યા
છે. તેમને ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ
હતો, બંને યાત્રામાં તેઓ સાથે હતા;
સોનગઢ પણ અવારનવાર આવતા; દેવ–
ગુરુના શરણે ધર્મસંસ્કારમાં આગળ
વધીને તેઓ આત્મહિત સાધે એ જ
ભાવના.