: ૮ : આત્મધર્મ : આસો :
નિર્વિકલ્પ અનુભવ
નિર્વિકલ્પ અનુભવથી જ સાધકદશાની શરૂઆત થાય છે. એ
દશાનો આનંદ વિકલ્પથી પણ ન ચિંતવી શકાય એવો છે.
નિર્વિકલ્પ અનુભવ વખતે જ્ઞાન અતીન્દ્રિય થઈને
પ્રત્યક્ષસ્વાનુભવ કરે છે, એ વખતના આનંદની ખાસ વિશેષતા
છે, એનો અચિંત્ય મહિમા છે. સ્વાનુભવનો આવો મહિમા
સાંભળતાં કોઈને એમ થાય કે આવો અનુભવ તો કોઈ મોટા
મોટા મુનિઓને જ થતો હશે! અમારા જેવા ગૃહસ્થને આવો
અનુભવ થતો હશે કે નહિ? તેનું સમાધાન કરતાં અહીં બતાવ્યું છે
કે એવો નિર્વિકલ્પ સ્વાનુભવ ચોથા ગુણસ્થાનથી જ થાય છે,
એવો અનુભવ થાય ત્યારે જ ચોથું ગુણસ્થાન થાય છે. આવો
અનુભવ થયા પછી ગુણસ્થાનઅનુસાર પરિણામની મગ્નતા
વધતી જાય છે. આવો સ્વાનુભવ કરવાની તૈયારીવાળા જીવની
દશા કેવી હોય તે પણ આમાં બતાવ્યું છે. જીવે શુદ્ધાત્માના
ચિંતનનો અભ્યાસ કરવો જોઈએ. અનુભવના કાળે શ્રાવકને મુનિ
સમાન ગણ્યો છે. સંસારમાં ગમે તેવા કલેશ પ્રસંગો કે
પ્રતિકૂળતાના પ્રસંગો આવે, પણ જ્યાં ચૈતન્યના ધ્યાનની સ્ફૂરણા
થઈ ત્યાં તે બધાય કલેશો ક્્યાંય ભાગી જાય છે. ચિદાનંદ હંસલાનું
સ્મરણ કરતાં જ દુનિયાના કલેશો દૂર ભાગે છે. ચૈતન્યના
ચિન્તનમાં એકલી આંનદની જ ધારા વહે છે. અનુભવી જીવની
અંદરની દશા કોઈ ઓર હોય છે.
પ્રશ્ન:– એવો અનુભવ કયા ગુણસ્થાનમાં કહ્યો છે?
સમાધાન:– ચોથા ગુણસ્થાનથી જ થાય છે. પરંતુ ચોથા ગુણસ્થાને તો ઘણા
કાળના અંતરાલે થાય છે, અને ઉપરના ગુણસ્થાને શીઘ્ર શીઘ્ર થાય છે.
ચોથા ગુણસ્થાનની શરૂઆત જ આવા નિર્વિકલ્પ સ્વાનુભવપૂર્વક થાય છે.
સમ્યગ્દર્શન કહો, ચોથું ગુણસ્થાન કહો કે ધર્મની શરૂઆત કહો તે આવા સ્વાનુભવ
વગર થતી નથી. સ્વાનુભવને પ્રત્યક્ષ કહ્યો, તેમાં અતીન્દ્રિય વચનાતીત આનંદ કહ્યો,
તેમાં કોઈ વિકલ્પ નથી એમ કહ્યું, તેથી કોઈને પ્રશ્ન ઊઠે કે આવો ઊંચો –અતીન્દ્રિય,
પ્રત્યક્ષ સ્વાનુભવ કોને થતો હશે?–તો કહે છે કે આવો અનુભવ ચોથા ગુણસ્થાનથી જ
થાય છે. આવી નિર્વિકલ્પ આનંદદશા ગૃહસ્થપણામાં રહેલા સમ્યગ્દ્રષ્ટિને પણ મતિ–
શ્રુતજ્ઞાનવડે થાય છે.