Atmadharma magazine - Ank 265
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 37

background image
: ૧૪ : આત્મધર્મ : કારતક :
વચનામૃત વીતરાગનાં પરમશાંત રસમૂળ,
ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.
સ્વાશ્રયની આવી વાત......જે સમજતાં અંતર્મુખ પરિણતિ થાય ને પરમ
શાંતરસ પ્રગટે,–પણ અજ્ઞાની એ વાત સાંભળતાં ભડકે છે કે અરે, વાણીનો પણ
આશ્રય નહિ!! વાણીથી પણ લાભ નહિ!! એમ તે કાયરપણે પરાશ્રયમાં લાગ્યો
રહે છે. પણ શૂરવીર થઈને સ્વાશ્રય કરતો નથી. વીતરાગની વાણીએ તો
સ્વાશ્રયમાર્ગનો ઢંઢેરો પીટીને ઉપદેશ આપ્યો છે.
ગણધરોની સમક્ષ, ઈન્દ્રોની સમક્ષ, ચક્રવર્તીની સમક્ષ તેમજ લાખોકરોડો
દેવ– મનુષ્યો–તિર્યંચોની સભામાં તીર્થંકર ભગવાનની વાણીએ એમ બતાવ્યું કે આ
આત્મતત્ત્વ ધ્યાનગમ્ય છે, વાણીગમ્ય નથી. નિશ્ચય–વ્યવહારરૂપ જે દ્વિવિધ
મોક્ષમાર્ગ તેની પ્રાપ્તિ નિયમથી ધ્યાનવડે જ થાય છે.
શ્રવણ વખતે શ્રવણ પણ એવું કરે છે કે સ્વાશ્રય તરફ વળું તેટલો મને
લાભ છે. સંભળાવનાર સન્ત પણ એ સ્વાશ્રયની વાત સંભળાવે છે, ને સાંભળનાર
પણ એવા સ્વાશ્રયના લક્ષે જ સાંભળે છે. –તો જ જિનવાણીનું સાચું શ્રવણ છે.
પરાશ્રયભાવથી લાભ માને કે મનાવે–ત્યાં તો જિનવાણીનું શ્રવણ પણ સાચું નથી.
અહો, આવો સ્વાશ્રિતમાર્ગ મહાન ભાગ્યથી સાંભળવા મળે છે. ને જેણે
આવો માર્ગ લક્ષગત કર્યો તેને તેના સંભળાવનાર ગુરુપ્રત્યે ને શાસ્ત્રોપ્રત્યે ખરો
વિનય– બહુમાન ને ભક્તિ આવ્યા વિના રહે નહિ. ધ્યાનવડે અંતરના
ચૈતન્યતત્ત્વને જાણ્યા વગર વેદ–શાસ્ત્રોનાં ભણતર પણ અન્યથા છે; કેવળ
આનંદરૂપ પરમતત્ત્વ છે–તેમાં પર્યાયને જોડવી–તે જ એક મુક્તિનો ઉપાય છે.
લોકના ઘણા જીવો આવા તત્ત્વને જાણ્યા વગર અન્ય માર્ગમાં લાગી રહ્યા છે,–
પરાશ્રયે વિકારભાવથી લાભ માની રહ્યા છે. પણ માર્ગ તો અંતરમાં
ચૈતન્યસ્વભાવના આશ્રયે છે. માટે અંતરના ધ્યાનવડે શુદ્ધઆત્મા જ ઉપાદેય છે, ને
એ સિવાય પરાશ્રયભાવો સમસ્ત છોડવા જેવા છે,–એ તાત્પર્ય છે, ને એ
જિનવાણીનું ફરમાન છે.
* * * * *