Atmadharma magazine - Ank 265
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 37

background image
: કારતક : આત્મધર્મ : ૧૫ :
સાધકની વિચારશ્રેણી અને
સ્વભાવનો રંગ
આધ્યાત્મિક નવધાભક્તિનું સુંદર વર્ણન
મોક્ષસાધક ધર્માત્માની દશા કેવી હોય, એની વિચારધારા કેવી અંતર્મુખી
હોય, એને ચૈતન્યનો રંગ કેવો હોય, ને શુદ્ધાત્મા પ્રત્યે નવધાભક્તિ કેવી હોય,
તે અહીં ટૂંકાણમાં છતાં ઘણી જ ભાવપ્રેરક શૈલીથી ગુરુદેવે સમજાવ્યું છે.
“જ્યારે જ્ઞાતા કદાચિત બંધપદ્ધત્તિનો વિચાર કરે ત્યારે તે જાણે કે આ બંધ–
પદ્ધત્તિથી મારું દ્રવ્ય અનાદિકાળથી બંધરૂપ ચાલ્યું આવ્યું છે; હવે એ પદ્ધત્તિનો મોહ
તોડીને વર્ત. આ પદ્ધત્તિનો રાગ પૂર્વની જેમ હે નર! તું શા માટે કરે છે? આમ
ક્ષણમાત્ર પણ બંધપદ્ધત્તિને વિષે તે મગ્ન થાય નહિ. તે જ્ઞાતા પોતાનું સ્વરૂપ
વિચારે, અનુભવે, ધ્યાવે, ગાવે, શ્રવણ કરે; તથા નવધાભક્તિ, તપક્રિયા એ
પોતાના શુદ્ધસ્વરૂપની સન્મુખ થઈને કરે;–એ જ્ઞાતાનો આચાર છે. એનું જ નામ
મિશ્રવ્યવહાર છે.”
જુઓ, આ સાધક જીવનો વ્યવહાર, ને એની વિચારશ્રેણી! એને સ્વભાવનો
કેટલો રંગ છે? વારંવાર એનો જ વિચાર, એનું જ મનન, એના જ ધ્યાન–અનુભવનો
અભ્યાસ, એનાં જ ગુણગાન ને એનું જ શ્રવણ, સર્વ પ્રકારે એની જ ભક્તિ, જે કાંઈ
ક્રિયામાં પ્રવર્તે છે તેમાં સર્વત્ર શુદ્ધસ્વરૂપની સન્મુખતા મુખ્ય છે. એના વિચારમાં પણ
સ્વરૂપના વિચારની મુખ્યતા છે, તેથી કહ્યું કે “જ્ઞાતા ‘કદાચિત’ બંધપદ્ધત્તિનો વિચાર
કરે.....” ત્યારે પણ બંધપદ્ધતિમાં તે મગ્ન થતો નથી પણ તેનાથી છૂટવાના જ વિચાર કરે
છે. અજ્ઞાની તો બધુંય રાગની સન્મુખતાથી કરે છે, શુદ્ધસ્વરૂપની સન્મુખતા તેને નથી. તે
કર્મબંધન વગેરેના વિચાર કરે તો તેમાં જ મગ્ન થઈ જાય છે ને અધ્યાત્મ તો એકકોર રહી
જાય છે. અરે ભાઈ, એવી બંધપદ્ધત્તિમાં તો અનાદિથી તું વર્તી જ રહ્યો છે.......હવે તો એનો
મોહ છોડ. અનાદિથી એ પદ્ધત્તિમાં તારું જરાય હિત ન થયું, માટે એનો મોહ તોડીને હવે તો
અધ્યાત્મપદ્ધત્તિ પ્રગટ કર. જ્ઞાનીએ તો તેનો મોહ તોડયો જ છે ને અધ્યાત્મપદ્ધત્તિ પ્રગટ
કરી છે, પણ હજી રાગની કંઈક પરંપરા બાકી છે તેન
અધ્યાત્મની ઉગ્રતા વડે છેદવા માંગે
છે. એટલે રાગની પદ્ધતિમાં તે એકક્ષણ પણ મગ્ન થતો નથી.–જુઓ, આ મોક્ષના સાધકની
દશા! ‘તું રુચતાં જગતની રુચિ આળસે સૌ...... ’ શુદ્ધઆત્મારૂપ