: ૧૬ : આત્મધર્મ : કારતક :
સમયસારની જ્યાં રુચિ થઈ ત્યાં પરભાવની રુચિ રહે નહિ; અરે, જગત આખાની
રુચિ છૂટી જાય. જેને અંશમાત્ર પણ રાગની રુચિ રહે તેના પરિણામ ચૈતન્ય તરફ
વળી શકે નહિ, ને મોક્ષમાર્ગને તે સાધી શકે નહિ.
રાગની રુચિ છોડીને ધર્મી જીવ ચૈતન્યના પ્રેમમાં એવો મગ્ન છે કે વારંવાર
તેનુ જ સ્વરૂપ વિચારે છે, ઉપયોગને ફરીફરી આત્મા તરફ વાળે છે, ક્્યારેક ક્્યારેક
નિર્વિકલ્પ અનુભવ કરે છે, એકાગ્રતાથી એને ધ્યાવે છે. ‘ચેતનરૂપ અનૂપ અમૂરત....
સિદ્ધસમાન સદા પદ મેરો’–એમ સિદ્ધ જેવા નિજસ્વરૂપનો અનુભવ કરે છે; એની
વાત સાંભળતાં પણ તે ઉત્સાહિત થાય છે, એનાં ગુણગાન ને મહિમા કરતાં તે
ઉલ્લસિત થાય છે. અહા, મારી ચૈતન્યવસ્તુ અચિંત્ય મહિમાવંત, એની પાસે રાગાદિ
પરભાવો તો અવસ્તુ છે,–એ અવસ્તુની રુચિ કોણ કરે? એનો મહિમા, એનાં
ગુણગાન કોણ કરે ? સમ્યગ્દ્રષ્ટિ તો પોતાના શુદ્ધસ્વરૂપની નવધાભક્તિ કરે છે,
અથવા મુનિરાજની નવધાભક્તિ કરે તેમાં પણ શુદ્ધસ્વરૂપની સન્મુખતા છે. આ
વચનીકા લખનાર પં. બનારસીદાસજીએ સમયસારનાટકમાં, જ્ઞાની કેવી
નવધાભક્તિ કરે છે તેનું સુન્દર વર્ણન કર્યું છે–
આધ્યાત્મિક નવધાભક્તિ
श्रवण कीरतन चिंतवन सेवन वंदन ध्यान।
लघुता समता एकता नौधा भक्ति प्रबान।।८।।
(મોક્ષદ્વાર)
૧. શ્રવણ: ઉપાદેયરૂપ પોતાના શુદ્ધસ્વરૂપના ગુણોનું પ્રેમપૂર્વક શ્રવણ કરવું તે
એક પ્રકારની ભક્તિ છે. જેના પ્રત્યે જેને ભક્તિ હોય તેને તેનાં ગુણગાન સાંભળતાં
પ્રમોદ આવે છે; ધર્મીને નિજસ્વરૂપના ગુણગાન સાંભળતાં પ્રમોદ આવે છે.
૨. કીર્તન: ચૈતન્યના ગુણોનું, તેની શક્તિઓનું વ્યાખ્યાન કરવું, મહિમા
કરવો, તે તેની ભક્તિ છે.
૩. ચિંતન: જેના પ્રત્યે ભક્તિ હોય તેના ગુણોનો વારંવાર વિચાર કરે છે;
ધર્મીજીવ નિજસ્વરૂપના ગુણોનું વારંવાર ચિંતન કરે છે. એ પણ સ્વરૂપની ભક્તિનો
પ્રકાર છે.
૪. સેવન અંદરમાં નિજગુણોનું વારંવાર અધ્યયન કરવું.
પ. વંદન: મહાપુરુષોના ચરણોમાં જેમ ભક્તિથી વંદન કરે છે તેમ
ચૈતન્યસ્વરૂપમાં પરમ ભક્તિપૂર્વક વંદવું–નમવું–તેમાં લીન થઈને પરિણમવું, તે
સમ્યગ્દ્રષ્ટિની આત્મભક્તિ છે.
૬. ધ્યાન: જેના પ્રત્યે પરમ ભક્તિ હોય તેનું વારંવાર ધ્યાન થયા કરે છે;
તેના ગુણોનો વિચાર, ઉપકારોનો વિચાર વારંવાર આવે છે, તેમ ધર્મી જીવ અત્યંત
પ્રીતિપૂર્વક વારંવાર નિજસ્વરૂપના ધ્યાનમાં પ્રવર્તે છે. કોઈ કહે કે અમને
નિજસ્વરૂપ પ્રત્યે પ્રીતિ ને