: કારતક : આત્મધર્મ : ૧૭ :
ભક્તિ તો ઘણીયે છે પણ તેના વિચારમાં કે ધ્યાનમાં મન જરાય લાગતું નથી;–તો
તેની વાત જૂઠી છે. જેની ખરેખરી પ્રીતિ હોય તેના વિચારમાં ચિંતનમાં મન ન
લાગે એમ બને નહિ. બીજા વિચારોમાં તો તારું મન લાગે છે, ને અહીં સ્વરૂપના
વિચારમાં તારું મન લાગતું નથી,–એ ઉપરથી તારા પરિણામનું માપ થાય છે કે
સ્વરૂપના પ્રેમ કરતાં બીજા પદાર્થોનો પ્રેમ તને વધારે છે. જેમ ઘરમાં માણસને
ખાવા–પીવામાં બોલવા–ચાલવામાં ક્્યાંય મન ન લાગે તો લોકો અનુમાન કરી લ્યે
છે કે એનું મન ક્્યાંક બીજે લાગેલું છે; તેમ ચૈતન્યમાં જેનું મન લાગે, એનો ખરો
પ્રેમ જાગે તેનું મન જગતના બધા વિષયોથી ઉદાસ થઈ જાય.....ને વારંવાર
નિજસ્વરૂપ તરફ તેનો ઉપયોગ વળે. આ પ્રકારે સ્વરૂપના ધ્યાનરૂપ ભક્તિ
સમ્યગ્દ્રષ્ટિને હોય છે તેથી એવા શુદ્ધસ્વરૂપને સાધનારા પંચપરમેષ્ઠી વગેરેના
ગુણોને પણ તે ભક્તિથી ધ્યાવે છે.
૭. લઘુતા: પંચપરમેષ્ઠી વગેરે મહાપુરુષો પાસે ધર્મી જીવને પોતાની અત્યંત
લઘુતા ભાસે છે. અહા, ક્્યાં એમની દશા! ને ક્્યાં મારી અલ્પતા! અથવા
સમ્યગ્દર્શનાદિ કે અવધિજ્ઞાનાદિ થયું પણ ચૈતન્યના કેવળજ્ઞાનાદિ અપાર ગુણો
પાસે તો હજી ઘણી અલ્પતા છે–એમ ધર્મીને પોતાની પર્યાયમાં લઘુતા ભાસે છે.
પૂર્ણતાનું ભાન છે એટલે અલ્પતામાં લઘુતા ભાસે છે. જેને પૂર્ણતાનું ભાન નથી
તેને તો થોડાકમાં પણ ઘણું મનાઈ જાય છે.
૮. સમતા: બધાય જીવોને શુદ્ધસ્વભાવપણે સરખા દેખવા તેનું નામ
સમતા છે; પરિણામને ચૈતન્યમાં એકાગ્ર કરતાં સમભાવ પ્રગટે છે. જેમ
મહાપુરુષોની સમીપમાં ક્રોધાદિ વિસમભાવ થતા નથી–એવી તે પ્રકારની
ભક્તિ છે, તેમ ચૈતન્યના સાધક જીવને ક્રોધાદિ ઉપશાંત થઈને અપૂર્વ સમતા
પ્રગટે છે.
૯. એકતા: એક આત્માને જ પોતાનો માનવો, શરીરાદિને પર જાણવા;
રાગાદિ ભાવોને પણ સ્વરૂપથી પર જાણવા, ને અંતર્મુખ થઈને સ્વરૂપ સાથે એકતા
કરવી, –આવી એકતા તે અભેદભક્તિ છે, ને તે મુક્તિનું કારણ છે. સ્વમાં એકતારૂપ
આવી ભક્તિ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે.
વાહ! જુઓ આ સમ્યગ્દ્રષ્ટિની નવધાભક્તિ, શુદ્ધ આત્મસ્વરૂપનું શ્રવણ,
કીર્તન, ચિંતન, સેવન, વંદન, ધ્યાન, લઘુતા, સમતા અને એકતા–આવી
નવધાભક્તિવડે તે મોક્ષમાર્ગને સાધે છે.
પ્રશ્ન: જ્ઞાની નવધાભક્તિ કરે એ તો બતાવ્યું; પણ જ્ઞાની તપ કરે ખરા?
ઉત્તર: હા, જ્ઞાની તપ કરે,–પણ કઈ રીતે? કે પોતાના શુદ્ધસ્વરૂપ સન્મુખ
થઈને તે તપ વગેરે ક્રિયા કરે છે. –આ જ્ઞાનીનો આચાર છે. જ્ઞાનીના આવા
અંતરંગઆચારને