શકતો નથી; સ્વાનુભવ એ જ ભવસમુદ્રને તરવાની કળા છે. એ
કળાને જે નથી જાણતો તે બીજી અનેક કળા જાણતો હોય તો પણ
સંસારસમુદ્રમાં ડુબે છે; અને જેણે એક સ્વાનુભવકળા જાણી તે જીવ
ભલે કદાચ બીજી એક્કેય કળા ન જાણતો હોય તોપણ સંસાર–સમુદ્રને
તરી જાય છે. માટે સન્તોનો ઉપદેશ છે કે હે જીવો! જો તમે આ
દુઃખમય સંસારસમુદ્રને તરવા ચાહતા હો તો બીજી બધી કળાનું
મહત્ત્વ છોડીને આ સ્વાનુભવકળાનું મહત્ત્વ સમજો અને તેનો ઉદ્યમ
કરો. સ્વાનુભવકળાની આ વાત સ્પષ્ટ સમજાવવા અહીં નાવિક અને
પંડિતનું દ્રષ્ટાન્ત આપ્યું છે, તે કોઈ કટાક્ષ માટે નહિ પણ ભવસમુદ્રને
તરવાની કળાનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવવા માટે છે...
સંસારસમુદ્રથી તરવાની કળા છે, બાકી બીજાં ભણતર આવડે તોય ભલે ને ન
આવડે તોય ભલે. આ સ્વાનુભવ–કળાને જે નથી જાણતો તે ભલે બીજી અનેક
કળાઓ જાણતો હોય તોપણ સંસાર સમુદ્રને તરી શકતો નથી, મોક્ષને માટે એની
એક્કેય કળા કામ આવતી નથી. અને સ્વાનુભવની એક કળાને જે જાણે છે તેને
ભલે બીજી કળા કદાચ ન આવડે તોપણ સ્વાનુભવના બળે તે સંસારને તરશે ને
મોક્ષને સાધશે. સ્વાનુભવથી એને કેવળજ્ઞાનની એવી મહાવિદ્યા ખીલશે કે તેમાં
જગતની બધીયે વિદ્યાનું જ્ઞાન સમાઈ જાય. અરે, આયુષ્ય ઓછું, બુદ્ધિની અલ્પતા
ને શ્રુતનો પાર નહિ–તેમાં હે જીવ! તારે એ જ શીખવા જેવું છે કે જેનાથી આ
ભવસમુદ્રને તરાય. બીજી આડીઅવળી વાતમાં પડ્યા વગર મૂળ પ્રયોજનભૂત એ
વાતને જાણ કે જે જાણવાથી આત્મા આ સંસારસમુદ્રને તરી જાય. આ સંબંધમાં
દ્રષ્ટાંત: એક વેદીયા વિદ્વાન નૌકામાં બેસીને જતા હતા; વચ્ચે નાવીક સાથે