વાત કરતાં કરતાં તેણે પૂછયું–કેમ નાવીક! તને સંગીત આવડે છે? નાવીક કહે–ના
ભાઈ! પછી થોડીવારે પૂછયું–વ્યાકરણ આવડે છે? જ્યોતિષ આવડે છે? ગણીત
આવડે છે? નાવીક તો કહે–ના....બાપુ! છેવટે પૂછયું–ભાઈ, લખતાંવાંચતાં તો
આવડતું હશે! નાવીક કહે–ના રે બાપુ! અમારે તો ભલી આ નદી ને ભલી અમારી
નૌકા....અમને તો આ પાણીમાં કેમ તરવું તે આવડે છે. પંડિતજી કહે–બસ, ત્યારે તો
નાવીકભાઈ! તમારી જીંદગી પાણીમાં ગઈ. અમે તો ન્યાય–વ્યાકરણ–સંગીત–
કાયદા–જ્યોતીષ વગેરે બધું જાણીએ. નાવીક કહે–બહુ....સારૂં......બાપા! અમારે તો
અમારા કામથી કામ. હજી તો આમ વાત કરે છે. ત્યાં તો જોસદાર વાવાઝોડું
ઉપડ્યું, નૌકા તો હાલકડોલક થતી તણાવા લાગી.....ને થોડીવારમાં ડુબી જશે
એવું લાગ્યું. ત્યારે નાવીકે પૂછયું–શાસ્ત્રીજી મા’ રાજ! તમને તરતાં આવડે છે કે
નહીં? શાસ્ત્રીજી તો ગભરાઈ ગયા ને કહ્યું–ના ભાઈ, બધુંય આવડે છે પણ એક
તરતાં નથી આવડતું. નાવીક કહે–શાસ્ત્રીજી, તમે બધું શીખ્યા પણ તરતાં ન
શીખ્યા....આ નૌકા તો હમણાં ડૂબી જશે. મને તો તરતાં આવડે છે એટલે હું તો
હમણાં તરીને સામે કાંઠે પહોંચી જઈશ...પરંતુ તમે તો આ નૌકા સાથે હમણાં
ડુબશો, તમે ને ભેગી તમારી બધીયે વિદ્યા પાણીમાં જશે. આ તો એક દ્રષ્ટાન્ત છે.
તેમ જેણે આ ભવસમુદ્રથી તરવું હોય તેણે સ્વાનુભવની વિદ્યા શીખવા જેવી છે.
બીજું અપ્રયોજનભૂત જાણપણું ઘણું કરે પણ જો અંતરમાં સ્વભાવભૂત ચૈતન્યવસ્તુ
શું છે તેને લક્ષગત ન કરે, તો બહારનાં જાણપણા એને (વેદીયાવિદ્વાનની જેમ)
સંસારથી તરવાના કામમાં નહિ આવે. અને જેણે બહારનો મહિમા છોડીને અંદરમાં
ચૈતન્યવિદ્યાને સાધી છે તેને બહારની બીજી વિદ્યા કદાચિત ઓછી હોય તોપણ
(નાવીકની જેમ) સ્વાનુભવની વિદ્યા વડે તે ભવસમુદ્રને તરી જશે ને ત્રણલોકમાં
સૌથી શ્રેષ્ઠ એવી કેવળજ્ઞાનવિદ્યાના તે સ્વામી થઈ જશે.
અરે જીવ! સ્વાનુભવની કળા શીખવનારા ને સંસારથી તારનારા સન્ત–
ધર્માત્માઓ તને મળ્યા, તો અત્યારે તારી બહારની કળાના જાણપણાનું ડહાપણ
એકકોર મુક ને સ્વાનુભવકળાની મહત્તાને સમજ. ભાઈ, એના વિના સંસારનો
ક્્યાંય આરો નથી. આ સ્વાનુભવ પાસે બીજા બધા ભણતર થોથા છે. હજારો
વર્ષના શાસ્ત્રભણતર કરતાં એક ક્ષણનો