સ્વાનુભવ વધી જાય છે. માટે એને તું જાણ. આત્માના જ્ઞાન–ધ્યાનવડે ધર્મીને ઘણી
શુદ્ધતા વધતી જાય છે ને અસંખ્યાતગણી નિર્જરા થતી જાય છે. બહારનો ઉઘાડ તો
વધે કે ન પણ વધે પણ અંદર ચૈતન્યને અનુભવવાની જ્ઞાનની શક્તિ તેને જે
વધતી જાય છે, ને આવરણ એકદમ તૂટતું જાય છે. એક ક્ષણભરના સ્વાનુભવથી
જ્ઞાનીને કર્મો તૂટે છે, અજ્ઞાનીને લાખો ઉપાયો કરતાં પણ એટલાં કર્મો તૂટતાં નથી.
આમ સમ્યક્ત્વનો અને સ્વાનુભવનો કોઈ અચિંત્ય મહિમા છે–એમ સમજીને હે
જીવ! તું તેની આરાધનામાં તત્પર થા.
ગુરુદેવ કહે છે કે – શુદ્ધોપયોગ તે ભાઈ છે, કેમકે તે
શુદ્ધોપયોગ મોક્ષમાં જવા માટે ભાઈસમાન સહાયક છે.
અને નિર્મળ સમ્યગ્જ્ઞાનની પરિણતિ તે ભદ્રસ્વભાવવાળી
પ્રશંસનીય બહેન છે,–કે જે મોક્ષાર્થી આત્મા ઉપર ઉપકાર
કરે છે. જ્ઞાનપરિણતિ તે આત્માની મુખ્ય અને ચોક્કસ
ઉપકાર કરનારી બહેન છે. તે નિર્મળ આત્મદ્રષ્ટિરૂપી
ભગિની સર્વ ભયનો નાશ કરનારી છે, તે સ્વયં જ્ઞાન ને
આનંદરૂપ છે.