: ૨૨ : આત્મધર્મ : કારતક :
(આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક: ૧૪)
(૧૯૧) શત્રુ
નિર્મળ જ્ઞાન–વૈરાગ્યવડે
શુદ્ધાત્માને ધ્યાવીને જે વિષય–
કષાયોરૂપી શત્રુને હણે છે તે જ
પરમાત્માના આરાધક છે. વિષયકષાય
તે શુદ્ધાત્માના શત્રુ છે; તેનો જે નાશ ન
કરે તે શુદ્ધાત્માનો આરાધક કેવો?
સ્વરૂપને તે જ આરાધે છે કે જેને
વિષયકષાયનો પ્રસંગ નથી. સર્વ
દોષોથી રહિત એવા
નિજપરમાત્મતત્ત્વની આરાધનાના
ઘાતક વિષયકષાયો સિવાય બીજો કોઈ
શત્રુ નથી.
(૧૯૨) બે મિત્ર
આત્માને નિજસ્વરૂપની
આરાધનામાં બે મિત્ર છે–એક વૈરાગ્ય ને
બીજું તત્ત્વજ્ઞાન; વિષયકષાયની
નિવૃત્તિરૂપ શુદ્ધાત્માની અનુભૂતિ પરમ
જ્ઞાનપૂર્વક એવો વૈરાગ્ય થાય છે.
પરભાવોથી પરમ વિરક્તિરૂપ વૈરાગ્ય
વગર સ્વાનુભૂતિ થાય નહિ. જ્યારે
સમસ્ત પરભાવોથી વૈરાગ્ય થાય એટલે
વૈરાગ્ય થાય.–આ રીતે વૈરાગ્ય અને
તત્ત્વજ્ઞાન એ બંને પરસ્પર એકબીજાના
મિત્ર છે. સ્વરૂપને સાધનાર જીવને આ
બે મિત્ર પરમ સહાયક છે; તેમના વડે
ધ્યાન અને વીતરાગી સમાધિ પમાય છે.
કે ત્યાંથી પરિણતિ પાછી વળીને
સ્વભાવ તરફ વળે ત્યારે જ તત્ત્વજ્ઞાન
સાચું થાય, ને જ્યારે સ્વસન્મુખ
પરિણતિથી સમ્યક્ તત્ત્વજ્ઞાન થાય
ત્યારે જ પરભાવોથી સાચી વિરક્તિરૂપ
(૧૯૩) સાચો રક્ષણહાર
મારો સહજસ્વભાવ મારાથી જ
રક્ષિત છે, તે સ્વભાવના આશ્રયે થયેલી
નિર્મળ– પરિણતિ પણ સ્વયં મારાથી જ
રક્ષિત છે, કોઈ પ્રતિકૂળતા કે
રાગાદિભાવો તેને હણી શકે નહિ.
એટલે મારી કોઈ રક્ષા નહિ કરે–એવો
ભય જ્ઞાનીને નથી. સ્વભાવમાં ઝૂકેલી
મારી પરિણતિને હણનાર કોઈ છે જ
નહિ. સ્વયં રક્ષિતને વળી ભય કેવો?
બીજા રક્ષકની ઓશિયાળ કેવી? અરે,
રાગ મારામાં આવીને મારા સ્વભાવને
હણી જશે– એવો અરક્ષાભય જ્ઞાનીને
નથી, કેમકે રાગને સ્વભાવથી જુદો જ
જાણ્યો છે, રાગને સ્વભાવમાં એકપણે
પેસવા દેતા જ નથી; તે રાગથી જુદા
સહજ જ્ઞાનને સદાય અનુભવે છે, તેથી
નિઃશંક અને નિર્ભય છે. પ્રતિકૂળતાનો
હુમલો આવશે તો કોણ મારી રક્ષા કરશે
–એવો ભય જ્ઞાનીને નથી. હું જ મારો
રક્ષક છું. મારો આત્મા પોતે જ પોતાનો
રક્ષણહાર છે.