: કારતક : આત્મધર્મ : ૨૩ :
(૧૯૪) પથિક
મોક્ષનો પથિક આ આત્મા,
દેહરૂપી વૃક્ષની છાયામાં જરાક વિશ્રામ
લેવા રોકાયો છે....અંતે તો એને છોડીને
સિદ્ધાલયમાં જવાનું છે. જેમ પથિક
ઝાડને પોતાનું ન માને તેમ મોક્ષનો
પથિક દેહને પોતાનો ન માને.
(૧૯પ) ધર્મનું ફળ–આનંદ
સમ્યગ્દર્શન થતાં આનંદનો
અનુભવ થયો, ત્યાં નિઃશંકપણે ધર્મી
જાણે છે કે આવો આખોય આનંદ તે હું
છું. જ્યાં પોતાનો આનંદ પોતામાં દેખ્યો,
એનો સ્વાદ ચાખ્યો ત્યાં પરમાં ક્્યાંય
સુખબુદ્ધિ જ્ઞાનીને રહેતી નથી.
આત્માના આનંદનું વેદન એ જ મુખ્ય
વસ્તુ છે, એ જ ધર્મનું ફળ છે.
બાહ્યસંયોગ એ કાંઈ ધર્મનું ફળ નથી.
ધર્મના ફળરૂપ આનંદને ધર્મીજીવ
અરે જીવ! શ્રદ્ધાના એક ટંકારે
સર્વજ્ઞતા લે એવો તું છો. છતાં તું કેટલો
કમજોર છે કે એક સેકંડ પણ વિકલ્પ
વગર નથી રહી શકતો! તારા
નિર્વિકલ્પ વિજ્ઞાનઘનના અત્યંત મધુર
આનંદસ્વાદને ચાખવા એક ક્ષણ તો
વિકલ્પમાં ક્્યાંય વિશ્રામ નથી.
ચૈતન્યની અનુભૂતિમાં જ વિશ્રામ છે.
(૧૯૮) અંતર્મુખપરિણતિ
સ્વવસ્તુની દ્રષ્ટિ થતાં ધર્મીને જે
અંતર્મુખ પરિણતિ થઈ, તે શુદ્ધ
નિર્વિકલ્પ છે. તે ‘અંતર્મુખ’ પરિણતિ’
અને ‘બહિર્મુખ વિકલ્પ’ એ બંને ચીજ
જુદી પડી ગઈ.
હવે જે અંતર્મુખ પરિણતિનો કર્તા
થઈને પરિણમ્યો તે બહિર્મુખ વિકલ્પનો
કર્તા કેમ થાય? ...ન જ થાય.
અને જ્યાં બહિર્મુખ રાગનુંય
કર્તૃત્વ નથી ત્યાં બહારના પરદ્રવ્યની
ક્રિયાના કર્તૃત્વની તો વાત જ શી?
(૧૯૯) ધર્મીજીવની પરિણતિ
મંગળરૂપ છે
–અંતર્મુખ પરિણતિવડે જે
ધર્મીજીવ શુદ્ધભાવમાં તન્મય થઈને
પરિણમ્યો તે હવે અશુદ્ધતામાં તન્મય
કેમ થાય? ....ન જ થાય.
ને અશુદ્ધતામાં પણ જે તન્મય ન
થાય તે જડ સાથે તો તન્મયપણું કેમ
માને? ... ન જ માને.
આ રીતે અંતર્મુખ પરિણતિવડે
ધર્મીજીવ પરભાવનો અકર્તા જ છે.
આનું નામ ભેદજ્ઞાન છે ને
ધર્મીની આવી પરિણતિ તે મંગળ છે.
(૨૦૦) ધર્માત્માનું જીવન
સ્વાનુભૂતિ એ ધર્માત્માનું ખરૂં
જીવન છે.
તારે ધર્માત્માનું અંતરનું ખરું
જીવન ચરિત્ર જાણવું હોય તો તેમની
સ્વાનુભૂતિને ઓળખ.
સ્વાનુભૂતિને જાણ્યા વગર
ધર્માત્માનું જીવન ઓળખી શકાય નહિ.