જગતમાં પ્રશંસનીય છે. ભલે કદાચ પૂર્વના કોઈ દુષ્કર્મના ઉદયથી તે દુઃખિત હોય,
બહારની પ્રતિ– કુળતાથી ઘેરાયેલો હોય, નિર્ધન હોય, કાળો–કૂબડો હોય, તોપણ
અંદરની અનંત ચૈતન્યઋદ્ધિનો સ્વામી તે ધર્માત્મા પરમ આનંદરૂપ અમૃતમાર્ગમાં
રહેલો છે, કરોડો–અબજોમાં તે એકલો હોય તોપણ શોભે છે, પ્રશંસા પામે છે.
રત્નકરંડશ્રાવકાચારમાં સમન્તભદ્રસ્વામી કહે છે કે–જે જીવ સમ્યગ્દર્શન–સમ્પન્ન છે,
તે ચંડાળના દેહમાં ઉપજ્યો હોય તોપણ, ગણધરદેવ તેને ‘દેવ’ કહે છે; જેમ
ભસ્મથી ઢંકાયેલા અંગારામાં અંદર ઓજસ–તેજ છે તેમ ચંડાળદેહથી ઢંકાયેલો તે
આત્મા સમ્યગ્દર્શનના દિવ્યગુણથી ઝળહળી રહ્યો છે–
देवा देव विदुर्भस्मगूढाङ्गारान्तरौजसं।।२८।।
ઈન્દ્રના વૈભવમાંય જે આનંદ નથી તે આનંદને તે અનુભવે છે. પૂર્વકર્મનો ઉદય તેને
હલાવી શકતો નથી. તે સમ્યક્ત્વમાં નિશ્ચલ છે. કોઈ જીવ તિર્યંચ હોય ને
સમ્યગ્દર્શન પામ્યો હોય, રહેવાનું મકાન ન હોય તોપણ તે આત્મગુણોથી શોભે છે,
ને મિથ્યાદ્રષ્ટિ જીવ દેવના સિંહાસને બેઠો હોય તોપણ તે શોભતો નથી, પ્રશંસા
પામતો નથી. બહારના સંયોગથી કાંઈ આત્માની શોભા નથી, આત્માની શોભા
તો અંદરના સમ્યગ્દર્શનાદિ ગુણોથી છે. અરે, નાનકડું દેડકું હોય, સમવસરણમાં
બેઠું હોય, ભગવાનની વાણી સાંભળી અંદરમાં ઊતરી સમ્યગ્દર્શન વડે ચૈતન્યના
અપૂર્વ આનંદને અનુભવે, ત્યાં બીજા કયા સાધનની જરૂર છે? ને બહારની
પ્રતિકૂળતા ક્્યાં નડે છે? આથી કહે છે કે ભલે પાપકર્મનો ઉદય હોય પણ હે જીવ!
તું સમ્યક્ત્વની આરાધનામાં નિશ્ચલ રહે. પાપકર્મનો ઉદય હોય તેથી કાંઈ
સમ્યક્ત્વની કિંમત ચાલી જતી નથી, એને તો પાપકર્મ નિર્જરતું જાય છે. ચારેકોર
પાપકર્મના ઉદયથી ઘેરાયેલો હોય, એકલો હોય, છતાં જીવ પ્રીતિપૂર્વક સમ્યક્ત્વને
ધારણ કરે છે તે અત્યંત આદરણીય છે; ભલે જગતમાં બીજા તેને ન માને, ભલે
ઊંધી દ્રષ્ટિવાળા તેને સાથ ન આપે, તોપણ એકલો એકલો તે મોક્ષના માર્ગમાં
આનંદપૂર્વક ચાલ્યો જાય છે. શુદ્ધઆત્મામાં મોક્ષનો અમૃતમાર્ગ તેણે જોયો છે, તે
માર્ગે નિઃશંક ચાલ્યો જાય છે. પૂર્વકર્મનો ઉદય ક્્યાં એનો છે? એની વર્તમાન
પરિણતિ કાંઈ ઉદય તરફ નથી